________________
૧૮
આગમત ને લીધે ભાગ છોડી દઈને પણ ઘેર ચાલ્યો જાય, પણ આવી તાપની સખ્તાઈ ચિત્રાના તાપ કરતાં જુદા જ પ્રકારની હોય છે.
ચિત્રાને તાપ જંગલમાં લાગે છે એટલું જ નહિ પણ મોટા મહેલ અને મકાનમાં બેઠેલાને પણ સતાવે છે, પણ આ ઉત્તરાને તાપ માત્ર ખેતરમાં રહેવાવાળાને જ સતાવે છે, પણ મકાનમાં રહેવાવાળાને ઉત્તરાના તાપની સતામણું લેતી નથી, અને ઉપધાનની ક્રિયાવહન કરનારાઓને મકાનની સગવડ તે ઉપધાન વહન કરાવનારાઓ પહેલેથી કરે છે, અને તે પણ ઉપધાનવાળાને રહેવાનાં મકાને એવાં સારાં હોય છે કે જેમાં તે ઉત્તરાના તાપની પીડાને લેશ પણ હેતું નથી.
બીજું કારણ એ છે કે આષાઢથી ભાદરવા સુધીને વખત વરસાદની મુખ્યતાવાળે ગણાય, અને તેમાં જે ઉપધાનની ક્રિયા રાખવામાં આવે તે ઉપધાનને પૌષધ કરનારાઓને ડગલે પગલે અપકાય અને વનસ્પતિ વિગેરેની વિરાધનાને પ્રસંગ આવે, અને પરિણામે તેઓને આલેયણ પ્રાયશ્ચિત્ત તરીકે ઘણી મોટી કરવી પડે.
શિયાળામાં તે ટાઢની પીડાને લીધે પૌષધમાં અધિક ઉપકરણ રાખવા છતાં પણ નિરાબાધપણું ન રહે અને તે રાખેલા વધારે ઉપકરણની સાંજ સવાર પડિલેહણ કરતાં ઘણે વખત પણ જાય, તથા જે ક્રિયા આ વખતે પૂરી કરવી મુશ્કેલ પડે છે અને કેટલીક વખત અધૂરી રહી જાય છે તે ક્રિયા પૂરી કરવી મુશ્કેલ પડે, માટે શિયાળાની ઋતુ ઉપધાનવહનની અનુકૂળતાવાળી ન ગણાય તે સ્વાભાવિક છે.
તેવીજ રીતે ઉનાળાના વખતમાં પણ ઉપધાનવહનની અનુકૂળતા ગણી શકાય નહિ.
શાસ્ત્રકારે ઉનાળામાં એક ઉપવાસને ચેમાસાના ત્રણ ઉપવા સની જગે પર પ્રાયશ્ચિત્ત અને ચારિત્રના અધિકારમાં મેલે છે, તે