________________
પુસ્તક ૩ જુ
૧૭
*ઉપધાનમાં મુખ્ય ભાગ પંચમંગલ–મહાશ્રુતસ્કંધથી શરૂ કરનારાઓને હેય છે, અને તે પંચમંગલ મહાશ્રુતસ્કંધના ઉપધાનની શરૂઆત નંદી માંડ્યા સિવાય થતી નથી, અને તે નંદનું માંડવું “હીરપ્રશ્ન” ના મુદ્દા પ્રમાણે મુખ્યતાએ આ સુદિ દશમ અને તે પછીની તિથિઓએ હેાય છે.
જો કે તે “હીરપ્રશ્નમાં વડી દીક્ષાને માટે વિજ્યા દશમી પહેલાં પણ વિધિ કરવાને ઉલ્લેખ સ્પષ્ટ શબ્દોમાં છે, પણ સામાન્ય રીતે વિજ્યાદશમીથીજ નંદી માંડવાનો રિવાજ હેઈ આ સૂતી દશમથી જ ઉપધાનની શરૂઆત થાય છે.
જો કે શકસ્તવ અધ્યયન વગેરેના ઉપધાનમાં નંદી માંડવી જોઈએ એ નિયમ નથી, પણ તે શક્રેસ્તવ અધ્યયન વગેરેના ઉપધાન પંચમંગલ મહાશ્રુતસ્કંધના ઉપધાની સાથે હોય છે, અને તેથી તે શકસ્તવ અધ્યયન આદિના ઉપધાન પણ વર્તમાનમાં વિજ્યાદશમીથી શરૂ થાય છે. ઉપધાનવહનના સમયની અનુકૂળતા
ઉપર જણાવ્યા પ્રમાણે ઉપધાનવહનની કોઈ નિયમિત મુદત નથી, છતાં ઘણે ભાગે જે વિજ્યાદશમી પછીને ટાઈમ ઉપધાનને અંગે ઉપયોગી ગણાય છે, તેનું કારણ એ છે કે પ્રથમ તે એ વખત ગુલાબી ઋતુ છે, કેમકે નથી તે તે અરસામાં તેવું વરસાદનું જોર હતું, અને નથી તે તેવી ટાઢ પડતી.
જે કે ઉત્તરાના તાપ સખત ગણવામાં આવે છે. અને તે તાપની સખ્તાઈને માટે એટલે સુધી કહેવામાં આવ્યું છે કે “ઉત્તરાના તાપને લીધે ભાગીઆએ ભાગ મેલી ભાગી જાય” અર્થાત્ જેઠ, અષાઢમાં ખેતી કરતાં જેઓએ ભાગમાં ખેતી કરી હોય તેઓને આ આસો માસમાં રક્ષણ કરવા ભાગીદાર તરીકે -ખેતરમાં ઉભું રહેવું પડે છે, તે તે ભાગીદાર તાપની સખ્તાઈ