________________
આગમત જે એક આની ભાગ ગુજરાત પ્રાંતની બહાર વિચરે છે, તે પણ અવારનવાર ગુજરાતની ભૂમિને તે પાવન કરેજ છે, અને અન્ય દેશમાં ગયા છતાં પણ ગુજરાત પ્રાંતની મદદથી દરેક ધર્મનાં કાર્યો, તીર્થના ઉદ્ધારે, રક્ષા અને સંસ્થાઓ સુદ્ધાં ચલાવે છે. આવા મુનિ અને દેવ વિગેરે સંસારસમુદ્રથી તરવાના સાધનને સારી સંખ્યામાં ધરાવનાર ગુજરાત–પ્રાંતમાં શ્રાવકેની નાની સંખ્યા ધરાવનાર ગામ પણ ઉપધાનની ક્રિયાથી અજાણ્યું હેતું નથી એમ નહિ, પણ તેવા નાના સ્થાનમાં પણ ઉપધાનને વહન કરનારા અને જેણે ઉપધાન વહન કર્યા હોય છે તેવા ઘણા મહાનુભાવે હેય છે.
આનું કારણ એ છે કે ગુજરાત પ્રાંતમાં પંદર આની સાધુઓને વિહાર હેવાથી દરેક વર્ષે જુદા જુદા ગામે અવારનવાર ઉપધાનવહનની ક્રિયા હેય છે, અને તેમાં પણ કેટલીક વખત તે એક-એક સ્થાને બબે ચચ્ચાર જગે પર ઉપધાન હોય છે, અને તેમાં પણ ઉપધાન વહન કરનારાની સંખ્યા કેટલીક વખત તે એક એક સ્થાને ૫૦૦-૬૦૦ જેટલી હોય છે, અને તેથી ગુજરાતને આખે ભાગ ઉપધાનની ક્રિયાને જાણકાર અને ભેમી હોય તેમાં નવાઈ નથી. ઉપધાનવાહનને કાળ
પૂર્વે જણાવેલાં ઉપધાને અમુક ટાઈમે કરવાં એ ઉપધાન વહન કરવાનું ફરમાન કરનારા શાસ્ત્રકારોએ નિયમ કરેલો નથી.
પૂ. આ. શ્રી હરસૂરિજી મહારાજે તથા શ્રી વિજયસેન સૂરીશ્વરજીએ આપેલા ઉત્તરે પરથી બનેલા “હરિપ્રશ્ન” અને “સેન પ્રશ્ન” નામના ગ્રંથ જેનારને સ્પષ્ટપણે માલમ પડે એમ છે કે આષાઢ, શ્રાવણ વિગેરે મહિનામાં પણ ઉપધાને વહન થતાં હતાં. - વર્તમાનમાં જે આસે સુદિ દશમથી ઉપધાનવહનની ક્રિયા શરૂ કરવાની પ્રવૃત્તિ છે, તેનું મુખ્ય કારણ એ જણાય છે કે
તાં.