________________
| ૫ પિંડનિર્યુક્તિ - ૬ શ્રી નંદીસૂત્ર ૭ શ્રી અનુગદ્વાર સૂત્ર
આ જાતના અભ્યાસનું વલણ ઉપજાવવા પ્રસ્તુત પ્રકાશન ઉદાત્ત પ્રેરણા આપે છે.
આગમચેત” જેવા તાત્વિક પ્રકાશનના વાંચન-મનન પરિશીલનાદિથી શ્રમણ સંઘમાં તત્ત્વજિજ્ઞાસા અને આગમાભ્યાસની રુચિ ઉપજે તેવા શુભ આશયથી અનેકવિધ વિષમતાઓ વચ્ચે પણ આનું સંપાદન કરવાને પ્રયત્ન ચાલુ છે.
ગુરુગમથી આનું યોગ્ય વાંચન કરવાથી કેળવાતી તત્વનિષ્કા-જિજ્ઞાસાથી આગમિકતાત્વિક સિવાયનું બાકીનું બધું સાહિત્ય ખાટી છાશ જેવું લાગશે. ઉપરાંત આગમજ્યોતના વાંચનથી આગમિક-રસાસ્વાદની વૃત્તિ જન્મવા પામશે.
આવા પરમેસ્કૃષ્ટ આગમિક તની વિચારણાથી સભર આગમતના સંપાદન માટે મારું વૈયક્તિક-જ્ઞાન કે અનુ. ભવ સાવ નજીવે છતાં પૂ. કરુણામૂર્તિ ગચ્છાધિપતિશ્રીની વરદ કૃપા તથા મારા જીવનના ઘડવૈયા અનંતપકારી પરમતારક શાસન
તિર્ધર ગુરુદેવ પૂજ્ય શ્રી ઉપાધ્યાય ભગવંત શ્રી ધર્મ સાગરજી મ. શ્રીના અસીમ અનુગ્રહને અગણ્ય-અચિંત્ય પ્રતાપ છે કે બુદ્ધિના બ્રહ્મચારી મારા જેવા પામર તુચ્છના હાથે આવા વિશિષ્ટ વિરાટ આમિક રહસ્યથી ભરપૂર આગમ જયોત જેવા મહા–તવિક ગ્રંથનું સંપાદન સફળ રીતે થવા પામી આ ચૌદમા વર્ષનું પુસ્તક દેવ-ગુરુ કૃપાએ પ્રકટ થવા પામ્યું છે.
જો કે આ સંપાદનમાં વડીલેની કુપા, સહગીઓને પવિત્ર સહકાર અને વિવિધ મળી આવતા એગ્ય સહકારી નિમિત્ત કારણેએ પણ મહત્ત્વને ભાગ ભજવે છે.