________________
૧૩
-
પુસ્તક ૩ જું આવશે નહિં, કારણ કે જેની જેની સાથે મળવાનું થાય, બેલચાલવાનું થાય, જે સંબંધી પિતાને ઘેર કે સમુદાયમાં પણ ઉંચી નીચી વાત કરવાને કે અભિપ્રાય ઉચ્ચારવાને પ્રસંગ આવે, તે તે બધાના અવિનય–અપરાધ થવાને સંભવ ગણાય, માટે તે બધામાંથી જે જે પરગામ રહેનાર શ્રીસંઘની વ્યક્તિ હોય તેને પણ ખમાવવા જોઈએ અને તે પત્રવ્યવહાર શિવાય ન બને એમ દેખી પત્રવ્યવહારથી પણ અવિનય-અપરાધની ક્ષમા માગવી, એ શ્રીસંઘને અનુચિત નથી.
જો કે આ એક ગુટિ તે જરૂર વર્તમાનકાલમાં રહે છે કે - સામાન્ય અપરાધની માફી માટે પત્રો લખાય છે અને અનુકૂલતાવાળાઓ ઉપર કાગલે લખી માફી મંગાય છે, પણ જેની સાથે દેખાવથી વધારે વિરોધ થયે હેય, અને જેને મહેટો અપરાધ થયે હય, તેની માફી માટે કાગલે લખી માફી માગવાનું ઘણું એણું જ થાય છે, પરંતુ સુજ્ઞ–મનુષ્યોએ એ ત્રુટિ સુધારવા જેવી છે. પણ એ ત્રુટિને બહાને સકલ વ્યવહારને ઉલટાવવા તૈયાર થવું એ તે ઉચિત નહિ ગણાય.
મુખ્યતાએ ચતુર્વિધ શ્રીસંઘને માટે એ જરૂરી છે કે નકામી કુથલી કરવી નહિં, અને કાનના કાચા થઈ કેઈના કહેવા માત્રથી છેડાઈ જવું નહિં.
ધ્યાન રાખવું કે એકપક્ષીય સાંભળીને દેરાઈ જનારા, હુકમ કરનારા અને ચુકાદો આપનારા, જોહુકમી કરનારા અને મેગલાઈ ચલાવનાર ગણાય છે, એવીરીતે શ્રીસંઘની પણ કેઈ વ્યક્તિ જે 'ઉભય પક્ષનું સ્વરૂપ ન વાંચે, ન જાણે, ન સમજે અને ચુકાદો આપવાને માટે મગજ અને વચનને તૈયાર કરે, તેઓ પણ મેગલાઈ ચલાવનારા ગણાય. માટે જે કંઈ અભિપ્રાય બાંધ અથવા ઉચ્ચાર કરે તે બન્ને પક્ષનું કથન સમજીને કરે એગ્ય છે. છતાં જે જે તેવા એક–પક્ષીય વિચારે, વચને અને વર્તને જાણવા