________________
આગમતા સાંભળવામાં આવતાં વિચારે બંધાય કે વચને ઉચ્ચારાય તેની. માફી જરૂર માગવી પડે.
એટલે કહેવું જોઈએ કે આખા વર્ષની થતી મલિનતા ટાળનારે જે કઈ પણ વખત હોય તે તે આ સંવછરીને વખત છે. આ સંવછરીને ફકત એક દિવસ છે કે જેમાં શ્રીજિનેધરમહારાજના ફરમાનને માનનારે સમસ્ત ચતુર્વિધ સંઘ એક સરખી રીતે તિપિતાના વૈર વિરોધ અને કલેશ-કંકાશની સલશ્રીસંઘની સમક્ષ માફીની આપ-લે કરે છે.
અન્ય-સમયમાં એકને માફી માગવાને વિચાર થાય અને બીજાને ન થાય, વળી એકને માફી માગવાને વિચાર કર્યદિવસ થાય. અને બીજાને કયે દિવસ માફી માગવાને વિચાર થાય? અને તેથી પરસ્પરના વૈરવિરોધ અને કલેશ-કંકાશને શમાવવાનું વાતાવરણ ઉત્પન્ન થાય નહિ, પરંતુ આ સંવછરીને દિવસ તે એટલે બધા ઉત્તમ અને નિયમિત છે કે તે દિવસે તે બન્ને પક્ષને શાસ્ત્રોની આજ્ઞાને અનુસારે ફરજીયાતપણે ખમતખામણાં કરવાં અને ઉપશાન્ત. થવા તથા બનાવવાનું કાર્ય કરવું જ પડે છે.
ઉપર જણાવેલી હકીક્તને સમજનારો સુજ્ઞ-મનુષ્ય સાંવત્સરિકની મહત્તા સમજવા સાથે અવિચ્છિન–પ્રભાવશાળી ત્રિકાલાબાધિત શ્રી જિનેશ્વરમહારાજે જે સંવછરીને દિવસે ખમવા-ખમાવવાની અને ઉપશાન્ત થવા અને ઉપશાન્ત બનાવવાની મહત્તા સમજાવી જે જૈનશાસનમાં ઉપશમની પ્રધાનતા છે એમ ફરમાવ્યું છે તેની મહત્તા બરાબર સમજાશે.