________________
આગમત સંખ્યાના હિસાબે ગણતરી થાય, સંસારમાં જેમ દુકાનને દીવાળઓની ગણતરીથી વર્ષસંખ્યા થાય છે, તેવી રીતે સાધુઓના સાધુપણના વર્ષની સંખ્યા પણ પર્યુષણની સંખ્યા ઉપરજ આધાર રાખે છે, એટલે ચકખું થાય છે કે સંસારવાળાઓને દીવાળીની જેટલી કિંમત હોય એના કરતાં શ્રી જૈનસંઘને શ્રીસંવછરી અને તેને લીધે પજુસણની કિંમત ઘણી ઊંચી છે. વળી બીજા પડિક્કમણામાં ખમત-ખામણાં સકલશ્રીસંઘમાં પરસ્પર થાય છે, પરંતુ તે હંમેશનાં અને પાક્ષિઆદિ પડિક્રમણનાં ખમત–ખામણ શ્રી. સંઘના મહેટા ભાગની ગેરહાજરીમાં હેય છે, કેમકે તે રાઈઆદિ. પડિકકમણામાં શ્રી સંઘને સેંકડો ભાગ પણ હાજરી આપનારે. હેતું નથી. ત્યારે શ્રી સાંવત્સરિક-પ્રતિકમણમાં શ્રીસંઘના સાડા પંદર આના જેટલી હાજરી હોય છે. માટે સર્વશ્રમણસંઘને સાક્ષાત્ ખમત-ખામણાં કરવાને વખત જે કોઈ પણ હોય તે આ સાંવત્સરિકદિવસના પ્રતિકમણને જ છે.
વળી એ વાત પણ લક્ષ્યમાં રાખવાની છે કે ભગવાન જિનેશ્વર-મહારાજાઓનું ફરમાન સર્વને અંગે આ સંવછરી દિવસને માટે એવું સ્પષ્ટ છે કે ન્હાને હોય કે મોટો હોય, પણ દરેકે સંવછરીને દિવસે ખમતખામણાં કરવાં જ જોઈએ. તેની સાથે એ ફરમાન પણ સ્પષ્ટ છે કે હાયતે પહેલા સંવછરીની રાતને વિરોધ હોય અથવા સહાયતે સંવછરીના દિવસના ચોથા પહેરને વિરોધ હોય તે પણ શ્રીજિનેશ્વરની આજ્ઞાને માનનારાએ સંવછરી-પડિક્રમણ વખતે ખમતખામણ કરવા તૈયાર થવું જોઈએ.
આવા ફરમાનને લીધે ઉભય પક્ષને ખમત–ખામણુની સંવછરીને દિવસે ફરજ પડે છે, અને તેથી બીજા દિવસોમાં ખમતખામણ એકપક્ષીયપણે પણ થાય, પરંતુ આ સંવછરીનાં ખમત–ખામણાં તે ઉભય પક્ષનાં થાય.
આ વાત જ્યારે વાચકેના ધ્યાનમાં આવશે, ત્યારે સંવછરીના નામે પત્રની ભરમાર જોતાં જે કંટાળે આવે છે તે