________________
આગમત,
કલ્પમાં સંવછરીને અંગે ગતાનુગતિકતા કરવાનું આખા શાસનને ફરમાવ્યું છે
શ્રી બારસાસૂત્રમાં ફરમાવે છે કે જેમ શ્રમણ-ભગવાન મહાવીર મહારાજે ચોમાસાના વીસ દિવસ સહિત મહિને ગયે છતે પયુંષણ કરી તેવી રીતે ગણધરેએ પણ ચોમાસાના વીસ દિવસ સહિત મહિને ગયા પછી પર્યુષણા કરી (૩) જેવી રીતે ગણધરમહારાજાઓએ ચેમાસાને વીસ દિવસ સહિત મહિને ગયે છતે પયુંષણ કરી તેવી રીતે ગણધર મહારાજના શિષ્યએ પણ માસીથી યાવત્ પર્યુષણા કરી (૪) જેવી રીતે. ગણધરના શિષ્યએ ચેમાસીથી યાવત્ પર્યુષણ કરી તેવી રીતે શ્રી વિરેએ ચેમાસીથી યાવત્ પર્યુષણા કરી (૫) જેમ સ્થવિરેએ ચેમાસીથી યાવત્ પર્યુષણા કરી. કરી તેવી રીતે જે આજકાલ શ્રમણ-નિર્બથે વિચરે છે તે પણ
માસીથી યાવત પજુસણ કરે છે (૬) જેવી રીતે વર્તમાન સાધુઓ માસીથી વીસ દિવસ સહિત મહિને જાય ત્યારે પજુસણ કરે છે તેવી રીતે, અમારા આચાર્ય–ઉપાધ્યાયે પણ
માસીથી યાવત પજુસણ કરે છે (૭) અને જેવી રીતે અમારા આચાર્ય–ઉપાધ્યાયે માસીથી યાવત્ પજુસણ કરે છે તેવીરીતે હમ પણ માસથી વશ દિવસ સહિત મહિને ગયા પછી પજુસણ કરીયે છીએ. (ક૯૫૦ બારસા પત્ર-૬૮ ને અનુવાદ)
ઉપર જણાવેલ પાઠ ઉપરથી નીચેની વાત સ્પષ્ટ થાય છે.
(૧) વૈર-વિરોધને સરાવવા અને તે માટે ખમત-ખામણું કરવાદ્વારા આત્માને ઉપશાંત કરવા અને બીજાને પણ ઉપશાંત, બનાવવા માટે સાંવત્સરિક છે, છતાં તે પરંપરાગતની રીતિએ શ્રી સંઘને કરવા જેવું છે, પણ યથાકથંચિત્ કરવાનું નથી.
(૨) આ ખમતખામણાં કરવાનું અને ઉપશાંત બનવા અને બનાવવાનું વાતાવરણ માસથી વીસ દિવસ સહિત મહિને ગયા પછી જરૂર કરવાનું છે.