________________
આગમત
સંવછરી ઉપરજ પશુષણને આધાર છે.
જૈિન-જનતામાં પજુષણના તહેવારની મુખ્યતા છે તે સંવરીને અંગે છે, એ વાત કેઈપણ જૈન-નામધારીથી અ-જાણી નથી.
પજુસણના જે કે આઠ દિવસે છે, તે પણ આઠે દિવસેને હિસાબ સંવચ્છરીના દિવસ ઉપર રહે છે, અને એથી સામાન્યરીતે જે વારની સંવછરી આવવાની હોય છે, તે વારે પજુસણને આરંભ કરાય છે. કદાચ અજ્ઞાનતાને લીધે કે બીજા કેઈપણ કારણથી પજુસણના આરંભમાં ભૂલ થઈ હોય તે પણ તે ભૂલને ભેગ સંવર્ચ્યુરી થતી નથી. ગુરૂવારે સંવછરી આવવાની હોય અને કદાચ તેના પહેલાના ગુરૂવારે પજુસણ બેસાડતાં ભૂલી ગયા અને પજુસણને આરંભ બુધવારે કે શુકવારે થયે હોય તે પણ તે પજુસણના આઠ દીવસને નામે સંવછરી બુધવારે કે શુકવારે કરવાની હોતી નથી.
એટલે સ્પષ્ટ છે કે પજુસણ ઉપર સંવચ્છરીને આધાર નથી, પણ સંવછરી ઉપરજ પજુસણને આધાર છે. સકલ ચતુર્વિધ સંઘનું દષ્ટિકણ સંવછરી ઉપર હોય છે. એટલું જ નહિં, પણ સમજુ કે અણસમજુ હરકેઈ સંવછરીની કિયા તે સમુદાયે કરે છે અને તેમ કરવામાં શ્રેય ગણે છે અને તેથી દેખાય છે કે સંવછરીપડિકમણામાંથી કેઈપણ સમજુ કે અણસમજુ ઉમરવાળે મનુષ્ય બાતલ રહેતું નથી, અને જુદા પડવા માંગતે નથી.
વળી સંવછરીને એટલે બધે પ્રભાવ છે કે જેઓની સાથે તે દિવસે વૈર-વિરોધ અને કલેશ-કંકાશની માફી લેવાઈદેવાઈ નથી હતી તેઓની સાથે ગ્રામ-ગ્રામાંતરે પત્ર લખીને પણ વૈરાદિસંબંધી માફીની લેવડદેવડ કરવામાં આવે છે. તેમજ સ્ત્રીવર્ગ કે જે સાવી અને શ્રાવિકાના સંઘરૂપ છે અને જેઓને પુરૂષવર્ગ કે જે