________________
આગમત આ વાત સુજ્ઞમનુષ્ય જ્યારે ધ્યાનમાં લેશે ત્યારે મહારાજા ઉદાયને સ્ત્રીલંપટ અને પ્રતિમાજી ત્થા દાસીને ઉપાડી જનારા તેમજ સંગ્રામભૂમિ ઉપર પ્રતિજ્ઞા લેપનારા એવા પણ ચંડપ્રઘોતનને સંવછરી (પર્યુષણા) ને ઉપવાસ છે, એમ જણાવવાથી જે આખે માલવા-પ્રાન જી હતું તે પાછો આવે, કપાલમાં દીધેલ જે ડામ હતું તે ઢાંકવા માટે સેનાને પટ્ટબન્ધ કરાવ્યું અને શ્રીમાન ઉદયન-મહારાજે પર્યુષણને મહિમા સાચવ્ય, તેની કિંમત બરોબર સુજ્ઞ-મનુષ્યોને સમજવામાં આવશે.
દુનિયાદારીમાં દિવાળીના અંગે જુનાં ખાતાં માંડી વાળી સરખાં કરવાનાં હોય છે, તેવી રીતે જૈનશાસનમાં આ એક પર્યુષણને તહેવાર એ છે કે જેમાં આખા વર્ષના વૈર વિરોધના પ્રસંગે વિસરાવી દેવાના છે.
આ અપેક્ષાએ જેના આચારને અંગે વર્ષને છેલ્લો દિન સંવત્સરી છે, અને તેને બીજે દિવસ તે વર્ષની શરૂઆતને છે. આ માટે સાધુઓના પર્યાયનું પ્રમાણ ગણવાને અંગે શાસ્ત્રકારો પર્યુષણની સંખ્યાને અગ્રપદ આપે છે, એટલે જેટલી પર્યુષણ કરી હોય, તેટલા વર્ષને પર્યાય શાસ્ત્રકારે ગણાવવાનું જણાવે છે,
અર્થાત્ શાસનની અપેક્ષાએ ઉપશમનું સ્થાન, વૈર-વિરોધને વિસરાવવાની અપેક્ષાએ ખમત-ખામણનું સ્થાન, અને સાધુપણાની અપેક્ષાએ પર્યાય ગણવાનું સ્થાન જો કોઈપણ હોય છે તે માત્ર પર્યુષણ છે.
આત્મશુદ્ધિ માટે ક્ષમાવંત બની કક્ષાની કટુ શક્તિને નિવાર્ય
બનાવવાની જરૂર છે.