________________
પુસ્તક ૩ જું
આ ઉપરથી સ્પષ્ટપણે સમજી શકાશે કે આત્મકલ્યાણને માટે સ્વલ્પ પણ પ્રયત્ન કરવાવાળાએ પ્રથમ નંબરે ક્રોધને ક્ષય કરવાની જરૂર છે, તેમજ ચારે કષાયમાં સ્વલ્પશુદ્ધિથી જે કઈને. પણ ક્ષય થતું હોય તે તે માત્ર કોધને ક્ષય છે,
આ કોધના ક્ષયને માટે જૈનશાસનની સમગ્ર રીતિઓએ નિશાન તાકવાનું છે,
આ વાત જ્યારે ધ્યાનમાં આવશે ત્યારે મુખ્યતાએ કોઇને સિરાવવાના સાધનભૂત એવા સાંવત્સરિક–પ્રતિક્રમણની ક્રિયાની મહત્તા એટલે જે સંવછરીના દિવસને અન્તમાં ઉદ્દેશીને આઠ. દિવસના પર્યુષણ કરાય છે, તેની મહત્તા ધ્યાનમાં આવશે.
આ ક્રોધના નાશની મહત્તાને શાસનમાં મોટું સ્થાન આપેલું હોવાથી વરમારં તુ સામfએમ સ્પષ્ટપણે કહેવામાં આવે છે. આ ઉપશમને કાળ જે કે હંમેશને માટે છે, છતાં પણ પર્યુષણ (સંવત્સરી) ને કાળ તે એટલી બધી મુખ્યતાએ તે ઉપશમને માટે નિયત કરવામાં આવ્યું છે કે તે સંવછરી પછી જુના શમેલા ક્રોધને ઉદીરવા માટે જે કઈ વાક્ય બેલે તેને સકળ સંઘ અકલ્પનીય બેલે છે એમ કહી શકે, એટલું જ નહિં, પરંતુ તું અકલપ્ય બેલે છે, એમ કહ્યા છતાં પણ જે તે વૈર વિરોધને ઉદીરણાનું વચન બેલનારે મનુષ્ય તે વિરોધનું વાક્ય બોલવું બંધ ન કરે તે તેને સડેલા પાનના દૃષ્ટાન્તથી દૂર કરી દેવા સુધીને પણ હુકમ શાસ્ત્રકારે ફરમાવે છે.
યાદ રાખવું કે સમ્યગ્દર્શનસંપન્ન એ ચતુર્વિધ સંઘ કે જેને સ્વ-પક્ષ કે સ્વ-તીથય કહેવામાં આવે છે, તેના સંબંધના વિરોધને નહિં સહન કરનાર મનુષ્ય ઈતર–પક્ષીય કે ઈતર-ધર્મવાળાનું હાય જેટલું સહન કરે તો પણ તેને માત્ર દેશઆરાધક્યણું એટલે ગુણની અપેક્ષાએ અંશમાત્ર આરાધકપણું થાય છે.