________________
૩૮
આગમત
જૈનશાસનને તે આ વાત જરાય માન્ય નથી. જૈનશાસન તે સ્પષ્ટ રીતે કહે છે કે નાહ્યા તેટલું પુણ્ય કે કર્યો એટલે જ ધર્મ નથી પરંતુ જેવું નથી કર્યું એટલે અધર્મ છે, ન નાહ્યા. તેટલું પાપ” બીજા શાસનમાં જેટલું કરીએ એટલે ધર્મ છે, ત્યાં થાય તેટલું કરવાને કાયદો છે, અહીં થાય તેટલું કરવાને કાયદો નથી, અહીં તે પૂરેપૂરું કરવાને કાયદો છે, આપણે આત્માને કેવા સ્વરુપને માનીએ છીએ તેને વિચાર કરજે. આત્માને આપણે સામાન્ય માનતા નથી. તેને આપણે પૂર્ણ, શુદ્ધ, સર્વર, વીતરાગરૂપ માનીએ છીએ. જે તેને એ માન્યા પછી પણ તેને એ ગુણોની તેને પ્રાપ્તિ કરાવી આપવાને આપણે પ્રયત્ન ન હોય તે આપણા પ્રયત્નમાં જેટલી ન્યુનતા હોય તેટલી જ આપણું મહા-ભયંકર ખામી જ છે; “કર્યો એટલે ધર્મ” એ સિદ્ધાન્ત તે દેખીતે અને હડહડતે જુઠું જ છે, ધારો કે તમે કેઈને રૂપીયા પચાસ હજાર ધીર્યા છે. આ પચાસ હજારમાંથી તમેને ફક્ત ૧૦ હજાર પાછા મળ્યા અને તે ધણીએ દેવાળું કાઢી દીધું. તે શું આ સંગેમાં તમે આ દશ હજારને “દશ હજાર કમાયા” એમ ગણે છે? તમે એ રૂપિઆ જમાં કરીને બાકીના રૂપીયાની બાકી કાઢે છે કે આ દશ હજાર મળ્યા તે વટાવ મળે ગણું વટાવ ખાતે જમા કરે છે? જે માણસને નામે તમે આખી રકમ ઉધારી હોય તે જ માણસને નામે તમે પૈસા જમા કરે છે અને પછી તેને નામે બાકીના પૈસાની બાકી કાઢે છે, અને એ બાકી કાઢીને એનું ખાતું આગળ ખેંચે છે, અને ૪૦ હજાર બાકી રહ્યા એમ હંમેશાં યાદ રાખે છે.
અહીં પણ બાકી ખેંચે એ જ પ્રમાણે આપણે અહીં પણ વર્તવાનું છે. જેમાં આત્માને જડ, જ્ઞાનહીન અને દ્રવ્યજ્ઞાનરૂપ માનતા હોય તેમને માટે એ હિસાબ ચાલી શકે છે કે જેટલું મળ્યું તેટલે લાભ. જેણે કાંઈ રકમ ધીરી જ નથી. તેને દશ હજાર મળી આવે તે એ એને નફે ગણાય, પરંતુ જેણે લાખ ધીર્યા હોય અને દશ