________________
આગમજ્યેત
તે અન્ય દ્રવ્યના અભાવે ઉત્પાદ-વ્યય પણ સંભવી શકે નહિં અને એ પ્રમાણે થાય તે ઉત્પાદચૌયુદં-સત એવું જે સનું લક્ષણ છે તે પણ કાકાશમાં ઘટશે. અને અલકાકાશમાં ઘટશે. નહિં. ત્યારે લક્ષણ તે સર્વે ઠેકાણે ઘટી શકે તેવું વ્યાપી જોઈએ
આવી માન્યતાવાળાને ઉત્તર આપે છે કે જે કંઈ ઉપર પ્રમાણે સ્વબુદ્ધિબળથીજ વિચાર કરવાપૂર્વક વસ્તુને નિર્ણય કરતા હોય તેમને સારી રીતે પૂછવું જોઈએ કે આ શી રીતે બને! એટલે પૂર્વે જણાવ્યા પ્રમાણે તમે જ્યારે પરનિમિત્તક ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય માને છે તે અલકાકાશમાં આવતી દષાપત્તિનું કેમ નિવારણ થઈ શકે? એ પ્રમાણે એટલાથીજ સામાપક્ષનું ખંડન કરીને સામે પક્ષે કદાચ પ્રશ્ન કરે કે અમે તે આ પ્રમાણે માનીએ છીએ પરંતુ તમારી માન્યતા શું છે? તે વખતે કહે છેકે અમે તે દ્રવ્ય માત્રના ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય વિસા પરિણામ-સ્વ-સ્વભાવથીજ માનીએ છીએ. અને જીવ, પુદ્ગલેના વિશ્રા પરિણામ તેમજ પ્રયોગ પરિણામથી પણ માનીએ છીએ, અને એ પ્રમાણે સ્વસિદ્ધાંતનું યથાર્થ પ્રતિપાદન થતું હેઈ અમારું દર્શન અવિરુદ્ધ છે. અમે કહેલ અર્થ પ્રમાણેજ ભાષ્યકાર મહારાજાએ પણ ફરમાવેલ છે–તે આ પ્રમાણે
ધર્માદિ પ્રત્યેક દ્રવ્યમાં ઉત્પાદ-વ્યય સ્વતઃ સિદ્ધ છે. યદ્યપિ સ્થલદષ્ટિએ પરનિમિત્તથી ઉત્પન્ન થતા હોય તે આભાસ થાય છે. પરંતુ વસ્તુતઃ તે સ્વતઃ સિદ્ધ જ છે જે સ્વતઃ ઉત્પાદ-વ્યય ન હોય તે જે અવસરે ગતિપરિણત દ્રવ્યને અંગે ધર્માસ્તિકાય ગત્યપકારક થાય છે. તેજ અવસરે અધમસ્તિકાય સ્થિતિ સહાયક કેમ થતું નથી ? કારણ કે પરનિમિત્ત તે છે જે માટે પરનિમિત્તથી ફક્ત તે ઉત્પાદ અથવા વ્યયનું અભિવ્યંજકપણું થાય છે, પરંતુ તાત્વિક દષ્ટિએ તે ઉત્પાદ-વ્યય સ્વતઃ સિદ્ધજ છે એમ માનીશું, તેજ અલકાકાશમાં દ્રવ્યત્વ તેમજ સત્ત્વ ઘટી શકશે.
भाष्यम्-लोकालोकाशस्यानन्ता प्रदेशाः लोकाकाशस्य तु धर्मा-धमै कजीवस्तुभ्याः