________________
પુસ્તક ૨ જું
૩૫ શરીરમાં પણ પ્રવેશ કરીને રહે છે. એમાં કારણ હોય તે સંકોચવિકેચ-સ્વભાવ જ કારણ છે. ૮
ધર્માદિ દ્રવ્યના પ્રદેશ–નિયમની માફક આકાશ દ્રવ્યના પ્રદેશનું નિયતપણું જણાવે છે
सूत्रम्-आकाशस्यानन्ताः ॥ ५ ॥९॥ અર્થ– આકાશ દ્રવ્યના અનંતા પ્રદેશ છે.
ટીકા–અવગાહ આપે તેથી આકાશ કહેવાય છે. એ અર્થ ન કરે, કારણ એ અર્થ કરવાથી કાકાશની જ માત્ર સિદ્ધિ થાય છે. (થશે, કારણ કે અલકમાં છવપુગલ વિગેરે કઈ પણ દ્રવ્ય અવગાહીને રહેતા નથી. અને આધેયના અભાવે પછી તેને આકાશ કહેવાય જ નહિં અને લેકથી આગળ પણ આકાશ દ્રવ્ય તે ગણવું જ છે. માટે ધર્માદિ સંજ્ઞાની માફક અનાદિ કાળ પ્રસિદ્ધ “આકાશ” એવી સંજ્ઞાજ છે. પરંતુ તે સંજ્ઞા સાન્તર્થો નથી.
બીજા એમ માને છે કે અલકાકાશમાં પણ અવગાહ આપવાની શક્તિ છે. પરંતુ અવગાહ-
દ્રના અભાવે શક્તિ પ્રગટ થતી નથી. અવગાહ આપવા સંબંધી વ્યાપાર થાત, પરંતુ અવગાહક નથી માટે અવગાહ આપવાની ક્રિયા પણ થતી નથી, પરંતુ અવગાહ આપવાની શકિત યુક્ત હવાથી આકાશ તે છે જ.
વળી કેટલાક (નાસ્તિકો) આકાશ દ્રવ્ય સંબંધી ઉપચાર માને છે. અવકાશ પિલાણ હેવાથી આકાશ કહેવાય છે. કારણ કે પિલાણું દેખાય છે. માટે આકાશ કહેવામાં કંઈ હરકત નથી. આવું જે મન્તવ્ય છે તે પણ છેટું છે, કારણકે સિદ્ધાન્તથી વિરુદ્ધ છે.
વળી જે કઈ આચાર્યો એમ કહે છે કે–આકાશ દ્રવ્યના વ્યય અને ઉત્પાદ સ્વથી નથી પરંતુ પરથી જ વ્યય-ઉત્પાદ છે. અવગાહક દ્રવ્યના સામીથી ઉત્પાદ થાય છે. અને અવગાહક દ્રવ્ય દૂર કરવાથી વ્યય થાય છે. આ પ્રમાણે અન્ય દ્રવ્યના સામીણ વિગેરે કારણથી થવાવાળા ઉત્પાદ-વ્યય (અને થ્રવ્ય) અલકાકાશમાં શી રીતે સંભવી શકે ! કારણકે અલકાકાશમાં આકાશ દ્રવ્ય સિવાય કઈ પણ દ્રવ્ય છે જ નહિં. અને ઉત્પાદ વ્યય પરપ્રત્યયિક માનીએ