________________
श्री वर्धमानस्वामिने नमः
- સંપાદકની કલમે...
શ્રી દેવ-ગુરૂની કૃપાએ વાત્સલ્યસિંધુ પરમ-શાસ્ત્ર-મર્મજ્ઞ પૂ. ગચ્છાધિપતિશ્રીની વરદ્ કૃપાથી વિ. સં ૨૦૨૨ના માહ મહિનેથી શરૂ થયેલ “શ્રી આગમજત” વૈમાસિકના સંપાદનને પુનિત-લાભ આ સેવકને મળે છે. જે પરમસૌભાગ્યની વાત છે !
આ સંપાદનમાં યથાશક્ય પ્રયત્ન પૂ. આગદ્ધારક આચાર્ય દેવશ્રીના તાત્વિક સૂમધગમ્ય તર્કબદ્ધ વિશિષ્ટ આગમિકપદાર્થોની સમજુતીરૂપ પ્રવચને, નિબંધ, લેખે આદિને માટે ભાગે અપ્રકાશિત સંગ્રહ વ્યવસ્થિત-શૈલિમાં આગમજ્ઞ તત્વપ્રેમી મહાનુભાવની તત્વદષ્ટિના વિકાસમાં ઉપયોગી થાય તે આશયથી રજુ કરાય છે!
આ બહાને મને પણ આગમિક-સિદ્ધાન્તના રહસ્યને રસારવાર મળી રહે છે.
પૂબ ખૂબ પ્રમોદભાવનાથી પરિપૂર્ણ હૈયે આ સંપાદનનું પુનિતકાર્ય યથાશકિત કરવા પ્રયાસ ચાલુ છે.
આ “આગમ ત”ના પ્રકાશનથી ચતુર્વિધ શ્રી સંઘમાં આગમિક અભ્યાસ અને તાવિક પદાર્થોની ચિંતના પ્રતિ રુચિ વધવા સંભવ છે.
પૂ. આગમ દ્ધારક આચાર્યદેવશ્રીની પ્રૌઢ પ્રતિભા અને આગમાનુસારી તાર્કિક ઐતિ એવી તે અજબ છે કે તેઓશ્રીના લખાણની પંકિતઓ વિશિષ્ટતા ભર્યા અર્થને પુનઃ પુનઃ વાંચનના બળે વ્યક્ત કરે છે. અને શ્રુતજ્ઞાનની વિશિષ્ટ આરાધનાના બળે