________________
કે પડયા 1
૩૨
આગમત ભાષ્યમાં નામ શબ્દનો અર્થ પક્ષવાચી ત્રિ થાય છે. એટલે પ્રદેશને અનતિશય-જ્ઞાનીઓ જોઈ શકતા જ નથી. પરંતુ સર્વજ્ઞ ભગવંતે વિગેરે સાતિશય જ્ઞાનીઓએ પ્રદેશનું તેવા પ્રકારનું પ્રત્યક્ષ સ્વરૂપ જોઈને આપણને સમજાવવા માટે કહ્યું.
વળી એ પ્રદેશ સ્વયંસિદ્ધ છતાં મર્યાદિત વસ્તુને જોનારા આપણું સરખા અનતિશયજ્ઞાનીઓને પ્રત્યક્ષ નથી, તેથી સર્વજ્ઞના પ્રત્યક્ષની અપેક્ષાથી જે સ્વીકાર કરવા લાયક હોઈ આપેક્ષિક (ઓપેક્ષાવાળે) છે.
શંકા–ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય પણ આપણ સરખા અનતિશયજ્ઞાની જેથી પરોક્ષ હાઈ આપેક્ષિક છે. તે તેને પણ પ્રદેશ કહેવાશે?
ઉત્તર-ધર્માદિ-દ્રવ્ય યદ્યપિ પૂર્વોક્ત-રીતિએ અવશ્ય આપેક્ષિક છે, તે પણ તે ધર્માદ્રિવ્ય અખંડ-સ્કંધ સ્વરૂપ હેઈ
સ્થૂલ છે, અને પ્રદેશ આપેક્ષિક છતાં સર્વ સૂક્રમ છે, એવા સર્વ સૂમ આપેક્ષિકનું ગ્રહણ કરવું ઈટ હાઈ પ્રદેશની વ્યાખ્યા બરાબર થઈ શકે છે, પરંતુ ધર્માદિદ્રવ્યનું ગ્રહણ થતું નથી. વળી દ્રવ્ય-પરમાણુના જાણપણાથી પ્રદેશ–પ્રમાણનું જાણપણું થાય છે, એટલે દ્રવ્ય પરમાણુનું જે પ્રમાણ છે, તેટલા પ્રમાણને આક્રાન્ત કરીને (અવગાહીને) રહેલ હોય તે પ્રદેશ કહેવાય છે. આકાન્તકરવું–અવગાહ લે, રહેવું તે સર્વ એકર્થ વાચક છે. પરંતુ ગાય નદીમાં અવગાહે છે. પુરૂષ ગામમાં અવગાહે છે. એવા વાક્યમાં અવગાહને અર્થ જાય છે એ જે થાય છે તે ગતિ અર્થ અહિં લેવાને નથી.
શંકા-પરમાણુ જેટલા ક્ષેત્રમાં અવગાહે, એમ કહેવાથી તે આકાશને પ્રદેશ સમજી શકાય, પરંતુ ધર્માસ્તિકાય, અધર્મા સ્તિકાયના પ્રદેશે સમજી શકાય નહિં માટે તે જાણવા માટે શું કરવું ?