________________
આગમત ભાષ્યાર્થ–સર્વ દ્રવ્યને પ્રદેશ છે, પરંતુ પરમાણુ સિવાય, અને અવયવો તે કને જ છે, આગળ પણ કહેવાશે. “અણુઓ અને સ્ક ધ અનુક્રમે ભેદ અને સંઘાતથી ઉત્પન્ન થાય છે.” - ટીકાથ-મૂર્ત અને અમૂર્ત દરેક દ્રવ્યમાં પ્રદેશ છે. વ્યવહાર માટે પણ જે બતાવી જણાવી શકાય તેને પ્રદેશ કહેવાય એટલે કે બે દેશને એક સ્કંધ થાય, પ્રદેશ બે ભેગા થાય ત્યારે એક દેશ થાયએવી જે દિગંબરની માન્યતા છે તેવી આપણી માન્યતા નથી. પરંતુ સ્કંધમાં રહેલો જે કેઈ નિરવલય અંશ જેના હવે એથી બે અંશ કલ્પી શકાય તેમ નથી. તેને પ્રદેશ કહે છે. તેમાં ધર્માસ્તિકાય અધર્મા. આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાયના જે પ્રદેશ છે, તે પુદ્ગલ દ્રવ્યને નિરવયવ અંશ જે પરમાણુ અથવા દ્રવ્યરૂપ જે પરમાણુ તેના પ્રમાણ વડે જાણવા લાયક છે. એટલે જેટલું પરમાણુનું ક્ષેત્ર છે, તેટલું જ ધર્માધર્માકાશ અને જીવના પ્રત્યેક પ્રદેશનું ક્ષેત્ર છે.
કદાચ કઈ એવી શંકા ઉઠાવે કે પરમાણુ એક આકાશપ્રદેશની અવગાહનાવાળે છે. તે આધારના દ્રષ્ટાંતથી આધેયનું ગ્રહણ થાય છે. આધેયથી આધારનું ગ્રહણ થાય છે? આકાશ પ્રદેશ આધાર છે. તે તેના દષ્ટાંતથી ધર્માદિક દ્રવ્યના આકાશપ્રદેશનું પરિમાણ લેવું યોગ્ય છે, પણ પરમાણુના પ્રમાણથી જાણવા ગ્ય છે. એમ કહેવું એ વ્યાજબી નથી.
એ શંકાના સમાધાનમાં જણાવે છે. જે આકાશ-પ્રદેશના દૃષ્ટાંતથી અન્ય દ્રવ્યના પ્રદેશને સરખાવવા જઈશું તે એક આકાશ-પ્રદેશની અવગાહનામાં અનંતાણુક ધ પણ અવગાહીને રહેલા હોય છે, તે આકાશ-પ્રદેશના દષ્ટાંતથી અનંતાણુક સ્કંધનું પણ ગ્રહણ થઈ જવા સંભવ છે. જ્યારે પરમાણુના પ્રમાણથી અન્ય પ્રમાણ લેવાશે તે કઈ દ્રવ્યના પ્રદેશનું પરિમાણ સમજવામાં હરકત આવશે નહિ,