________________
આગમજ્યોત
૧૮ વ્યતિરેકથી પણ અભેદ જાણી શકાય છે, તે વસ્તુ દ્રષ્ટાંતથી સમજાવે છે.
જે આ ચંદન છે તેનું વેત રૂપ, તીખે રસ, સુંદર ગંધ, શીતલ સ્પર્શ, એ પ્રમાણે ચંદનના પ્રત્યક્ષમાં ચાક્ષુષ-પ્રત્યક્ષ કારણ છે ચંદનના રસસંબંધી પ્રત્યક્ષમાં રાસન–પ્રત્યક્ષ કારણ છે, ગંધ પ્રત્યક્ષમાં ઘણ-પ્રત્યક્ષ કારણ છે, રૂપ-પ્રત્યક્ષમાં ચાક્ષુષપ્રત્યક્ષ કારણ છે અને સ્પર્શ-પ્રત્યક્ષમાં સ્પાર્શન-પ્રત્યક્ષ કારણ છે, તે જેના પ્રત્યક્ષમાં કારણ જુદું હોય તે વસ્તુ પણ જુદી હોવી જોઈએ. જે એક હોય તે એક જ પ્રત્યક્ષથી બધાનું પ્રત્યક્ષ થવું જોઈએ માટે ચંદનનું રૂપ, રસ, ગંધ, સ્પર્શ, બ્રાહ્મણનું કમંડળ એ વાક્યમાં જેમ બ્રાહ્મણ કમંડળ જુદું છે તે પ્રમાણે અહિં પણ ભિન્નતા સમજવી.
શંકા-તમે જે બ્રાહ્મણનું કમઠળ એ દષ્ટાંત આપી બ્રાહ્મણની કમંડળથી જેમ ભિન્નતા છે, તેમ ચંદન ચંદનનું રૂપ, રસ, ગંધ, સ્પર્શ પણ જુદા છે, એમ કહેવા માગે છે, પરંતુ એ યોગ્ય નથી, કારણ કે બ્રાહ્મણનું કમંડળ એ દ્રષ્ટાંતમાં બ્રાહ્મણ એ દ્રવ્ય અને કમંડળ એ પણ દ્રવ્ય હેવાથી દ્રવ્યની ભિન્નતા સિદ્ધ થાય છે, પરંતુ ચંદનમાં રહેલા રૂપ-રસાદિ ગુણોની ચંદનથી ભિન્નતા સિદ્ધ થતી નથી.
ઉત્તર-જાણવા લાયક વસ્તુના સમગ્ર જાણવા–ગ્ય વિશેષણો વડે જે વસ્તુને વ્યપદેશ થાય છે, તે અવશ્ય અર્થાન્તર (વસ્તુની ભિન્નતા) ને જણાવે છે (જેમ ચોટલીવાળે, કમંડળવાળ, પગે ચાલતે, પુસ્તક વાંચત-બ્રાહ્મણ એ વાકયમાં કમંડળ, ચલનકિયા, પુસ્તકવાંચન કિયા એ સર્વ બ્રાહ્મણથી ભિન્ન છે) પછી ભલે તે દ્રવ્ય હોય કે ગુણ હોય કે કિયા હોય તેમાં અસંતોષ (વિરોધ) રાખવાનું કારણ નથી.