________________
પુસ્તક ૨ જું
૧૫ ગમે તેટલા પરિણામાન્તર થાય તે પણ જડ-સ્વભાવનું પરિણામાંતર થતું નથી અને એ પ્રમાણે દ્રવ્યમાં ઉભય ધર્મ રહે તેમાં કાંઈપણ હરકત નથી એવું વિસ્તારપૂર્વક આગળ અમે સમજાવીશું, બને અવસ્થાના આશયથી જ વસ્તુ સમગ્ર વાસ્તવિક-બુદ્ધિને આપે છે.
એટલે કે એક અવસ્થાની અપેક્ષાએ વાસ્તવિક-બુદ્ધિનું ભાન થતું નથી. જો એમ ન કરીએ તે લાલ એવા પલાશ (ખાખરાના પાંદડ) અથવા ચણોઠીમાં અગ્નિની બુદ્ધિને કરનાર વાંદરાઓ ઠંડીને દૂર કરવા માટે પાંદડાંને એકઠાં કરે છે, પરંતુ તેમાં અગ્નિ ના હેવાથી ઠંડી જેમ દૂર થતી નથી, તેવી રીતે એકાદ મુખ્ય ધર્મની આરાધનામાં નિપુણ એવી જે બુદ્ધિ છે તે વાસ્તવિક વસ્તુધર્મને જાણી શકતી નથી, કારણ કે અંગેનું અતિવિકલપણું છે( એટલે જાણપણામાં બધી અપેક્ષાએ રાખેલ નથી.)
માણસોએ ઉપાડેલી પાલખીમાં શેઠ બેઠેલા હોય છે છતાં વિવેક્ષાથી શેઠ જાય છે એમ કહેવાય છે, અથવા તે વિવક્ષાથી પાલખી જાય છે એમ પણ કહેવાય અને અપેક્ષાએ માણસે જાય છે તે પણ કહી શકાય છે તે પ્રમાણે ગૌણ-મુખ્યની અપેક્ષાએ કેઈ દ્રવ્ય કોઈ વખતે કંઈક રીતે કહેવાય છે અને કઈ અવસરે અન્ય રીતે પણ કહેવાય છે. માટે આત્મા જેને કાબુમાં છે એવા આત્મવાન પુરૂષો પ્રત્યક્ષ પ્રમાણુથી પ્રસિદ્ધ પદાર્થોના સ્વરૂપમાં બુદ્ધિને બહુ જોર આપતા નથી. માટે આ પુદ્ગલે નિત્યત્વ અને અનિત્યત્વ એ બંને ધર્મનું એક જ સ્થાન છે નિત્યત્વ
૧. આત્માન્યતાના આધારે પ્રભાસ ગણધરને મોક્ષ સંબંધી શંકા થયેલ છે, કારણ કે જેમ પુદ્ગલાદિ કા કોઈપણ પર્યાય વિનાના હોઈ શકતાં નથી, તેમ જીવો પણ ચાર ગતિમાંથી કંઈપણ કાળે ઈ પર્યાયમાં અવશ્ય હોવા જ જોઈએ, પુગલની માફક ગાદિપર્યાય સિવાય જે હેઈ શકે જ નહિ અને એથી જ જીવને મોક્ષને સંભવ નથી.