________________
આગમત
જે કે અહિં કે પ્રત્યક્ષ ક્રિયા દેખાતી નથી, તે પણ વ્યાપારવાની ક્રિયાની માફક ભવનવૃત્તિ અહીં ગ્રહણ કરવાની છે, અસ્તિ છે એ વડે વ્યાપાર રહિત સ્વ સત્તા પ્રગટ થાય છે, અહિં ભવનવૃત્તિ (થવું) એ ઉદાસીન છે, જ્યારે અતિ એ ક્રિયા છે તે તદનુકૂળ વ્યાપાર પણ અવશ્ય થ જોઈએ.
તે કહે છે કે અતિ શબ્દ નિપાતન અર્થ માં છે, વિપરિજન વિકાર પામે છે, એ વડે પણ જે અવિનાશી પણ સાથે રહેવાવાળું છે, એવું જે ઢંકાએલું પોતાનું સ્વરૂપ તેનું રૂપાંતરપણે થવું એટલે કે જેમ દૂધ દહીંપણે પરિણમે છે, અન્ય વિકારણે થાય છે, અહિં ગોરસપણારૂપી જે પિતાનું સ્વરૂપ તે તે દૂધ અને દહિં બન્નેમાં છે, પણ દહિંપણું જે દૂધમાં તિરભૂત હતું, તે પ્રગટ થયું, એ અપેક્ષાએ અહિં ભવન વૃત્તિને અર્થ “વિકાર થાય છે” એમ લેવાને છે.
વર્ધત વધે છે એ વડે તે પરિણામ પુષ્ટિરૂપે પ્રવર્તે છે પુષ્ટ થાય છે, જેમ અંકુર વધે છે. અહિં વધવાવાળે જે પરિણામ તે વડે ભવન વૃત્તિ પ્રગટ થાય છે.
મીત્તે હાનિ પામે છે એ ક્રિયા વડે તે જ પરિણામની હાનિ કહેવામાં આવે છે, દુર્બલ થતાં પુરૂષની માફક અહિં હાનિ થવા રૂપ ભવન વૃત્તિ છે.
વિનતિ નાશ પામે છે, એ વડે પ્રગટ થયેલ ભવન વૃત્તિનો તિભાવ જણાવાય છે, જેમ ઘડે જ્યારે નાશ પામે, ત્યારે અમુક આકારમાં રહેવા સંબંધી જે ભવન વૃત્તિ હતી, તે અદશ્ય થઈ પણ સ્વભાવપણાને જ (માટીને જ) અભાવ થયે એમ નથી માટી તે જે ઘટસ્વરૂપ આકાર ઉત્પન્ન થયે હતું, ઘડે કુટયે ત્યારે તે આકાર અદશ્ય થયે, પરંતુ માટી તે હજુ પણ છે, કપાલ-કપાલિકા ઠીબ, નાની ઠીબ, ઠીંકરી, ભૂકો વિગેરે આગળ આગળ થવાવાળી અન્ય