________________
પુરતક – પર્યાયે તેના કારણે હોવાથી જે વખતે ભેદની વિચારણા કરીએ તે વખત અભિન્ન છતાં ભિન્નની માફક ભાસે છે! - હવે વ્યાકરણના નિયમથી દ્રવ્ય શબ્દની સિદ્ધિ કરે છે. ટ્રä ર મ એ સૂત્રથી ભાવ અને કર્તા અર્થમાં નિપાતથી દ્રવ્ય શબ્દ સિદ્ધ થાય છે.
અહીં ભાવ અર્થમાં ગ્રહણ કરવાનું છે, એટલે દ્રવ્ય શબ્દને અર્થ થવું (જુદારૂપે પરિણમવું) થાય છે.
જેમ એક જ પુરૂષ સુવું, બેસવું, ઊભા થવું વિગેરે ક્રિયાની અપેક્ષાએ સુતેલે, બેઠેલ, ઉભે થયેલે કહેવાય છે તે પ્રમાણે ગુણ અને પર્યાયની અપેક્ષાએ અન્ય અવસ્થામાં પરિણમેલ વ્યકિત રૂપે અમુક ઉત્પન્ન થયું છે, અન્યરૂપે પરિણમે છે. વધે છે, ક્ષય પામે છે, નાશ પામે છે વિગેરે કહી શકાય છે.
રૂ મળે એ વ્યાકરણના નિયમથી જ્યારે દ્રવ્ય શબ્દને અર્થ ભાવ અર્થમાં ભવનવૃત્તિ=થવું વિગેરે થાય છે તે થવાવાળા કેણુ? તે ઉભેલ, બેઠેલ, ઉભડક બેઠેલ, અને સૂતેલ પુરૂષની માફક ગુણ અને પર્યાયે ભવનવૃત્તિ થવાના આકારવાળા છે અને તેજ અવસ્થાન્તર વ્યક્તિરૂપ વડે થાય છે, વિપરિણામ પામે છે, વધે છે. ઘટે છે. એમ કહેવાય છે.
એટલે એક જ પુરૂષ સુતેલ હોય તે સુતેલ કહેવાય, તેને તે બેઠેલ હોય તે બેઠેલ કહેવાય, ઉભેલ હોય તે ઉભેલ કહેવાય, તે પ્રમાણે જોકે થવાના આકારવાળા ગુણવયે જ છે, તે પણ તે ગુણ-પર્યાય સંબંધી અન્ય અવસ્થાની અપેક્ષાએ દ્રવ્ય થયું છે. વિકાર પામે છે, વધે છે, ઘટે છે, નાશ પામે છે. વિગેરે વ્યપદેશ કરી શકાય છે.
- હવે એ થાય છે, છે, વિકાર પામે છે. વિગેરે પ્રત્યેક દ્રત પૂર્વક સમજાવે છે–પિંડ સિવાયની અન્ય સંબંધની અવસ્થાના અપ્રગટપણામાં વિંડ ઉત્પન્ન થાય છે. એમ કહેવાય છે,