________________
૨૬
માગમત
નામ છે, અને ધર્માસ્તિકાય, અધમતિકાય વિગેરે વિશેષ નામે છે, એથી ધમસ્તિકાય વિગેરે દ્રવ્ય સામાન્ય અને વિશેષ સંજ્ઞાવાળા છે.
શબ્દનો અર્થ જાતિ, વ્યક્તિ અને આકાર એ ત્રણે પ્રકારમાં થાય છે. જેમ એક ઘટના સાંનિધ્યથી આ ઘટ છે એવું જ્ઞાન થયા બાદ તેવી આકૃતિવાળા જે ઘટથી જ્ઞાન થયું છે, તે સિવાયના બીજા સેંકડે ઘટ-ઘડાઓ દષ્ટિમાં આવતાં આ ઘટ છે એવું જ્ઞાન થાય તેમ ઘટ શબ્દને અર્થ જાતિ છે. એક છિદ્ર ઘટને દેખતા ઘટમાં જળ વિગેરે રહેવાની યોગ્યતાને અભાવ છતાં હજુ આકાર ઘટ સરખો હેવાથી તે છિદ્ર ઘટને પણ ઘટ કહેવાશે. તેમાં શબ્દને અર્થ આકાર છે જયારે સ્નાન વિગેરે કિયામાં ઉપયોગી મંગળધટને દેખતાં તેને પણ ઘટ કહેવાશે, તેમાં ઘટ શબ્દને અર્થ વ્યક્તિ છે.
* એ પ્રમાણે અહિં પણ દ્રવ્યા–સ્તિક નયના અભિપ્રાયથી ધમાંસ્તિકાયાદિ દ્રવ્યમાં દ્રવ્યસંજ્ઞા દ્રવ્યત્વનિમિત્તક છે અને ધમસ્તિકાયને પણ જે દ્રવ્ય કહેવાય છે તેમાં દ્રવ્ય શબ્દનો અર્થ જાતિ છે
પરમાર્થથી વિચાર કરતાં તે દ્રવ્યત્વ દ્રવ્યની સાથે ભેદભેદસંબંધવાળું છે, દ્રવ્યથી એકાંતે દ્રવ્યત્વ ભિન્ન નથી, તેમજ ધમસ્તિકાય વિગેરે વ્યકિતથી પણ દ્રવ્યત્વ ભિન્ન નથી, એટલે ઘટમાં જે વખતે ઘટત્વધર્મની વિવક્ષા કરીએ તે વખતે દ્રવ્યત્વ અનર્પિત છે. અને ઘટત્વ અર્પિત છે. અને દ્રવ્યત્વની વિરક્ષા કરીએ તે વખતે દ્રવ્યત્વ અર્પિત છે. અને ઘટત્વ અનર્પિત છે. વિગેરે સમર્પિતાનતિસિદ્ધ ઈત્યાદિ ત્રણે સૂત્રમાં કહીશું.
આથી તાત્પર્ય શું આવ્યું કે જેમ મેરલીને ઇંડાને રસ ચિત્ર વિચિત્ર સર્વવર્ણ સંબંધી ભેદ-પ્રભેદના કારણેથી યુકત હોવા સાથે જુદા જુદા સ્થાન અને કાળના અનુક્રમ વડે વણે પ્રગટ થવાની યોગ્યતાવાળે તેવા છતાં વર્તમાનમાં એક સમાન પરિણામમાં તે રસ જણાય છે, તેમ ધર્માસ્તિ વિગેરે દ્રવ્ય ભૂતકાળમાં થઈ ગયેલા, ભવિષ્યમાં થવાવાળા અને વર્તનમાનમાં થતા સર્વ જે ગુણ અને