________________
श्री वर्धमान-स्वामिने नमः
શ્રી સ્વાર્થીથિગમ-સૂત્રનું કહદયગ્રાહી વિવેચન
- વિવેચનકાર છે કપૂર-આગમ દ્ધારક આચાર્યશ્રી જ છે
પ્રૌઢ પ્રવચનિક, પરમ ગીતાર્થ, આગમિક વ્યાખ્યાતા શિરમણિ, આગમિક તલસ્પર્શી વ્યાખ્યાતા, ધ્યાનસ્થ સ્વર્ગત ૫૦ અગમેદ્ધારક આચાર્યદેવશ્રી વિ. સં. ૧૯૮ના પાલીતાણાના પન્નાલાલ બાબુની ધર્મશાળા–ચાર્તુમાસમાં સુજ્ઞ તરવપ્રેમી જિજ્ઞાસુઓના લાભાર્થે શ્રી તત્વાર્થાધિ પમ સૂત્રની સુક્ષ્મ તાત્વિક વિવેચનાવાળી વાંચના બપોરના સમયે આપતા.
જેની નોંધ તે વખતે પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ.શ્રી એ ટુંકમાં પણ વ્યવસ્થિત કરેલ. તેના ઉપરથી પૂ. આ. શ્રી હેમસાગરસૂરીશ્વરશ્રીએ પોતાની નોંધના આધારે વ્યવસ્થિત સુધારા વધારા કરી વ્યવસ્થિત પ્રેસ કેપી રૂપે આખી વાંચના સળંગ લખાણરૂપે તૈયાર કરેલ.
પૂ. આચાર્યદેવશ્રી પાસેથી આ પ્રેસ કેપી મલી, એથી આગમજ્યમાં પ્રકટ કરવાથી અનેક તવરૂચિ જીજ્ઞાસુઓનું આમહિત થશે એમ ધારી ભાષાકીય રીતે વ્યવસ્થિત રીતે સુધારીને. વર્ષ-૯ પુસ્તક–રથી આગમળેતમાં આપવાની શરૂઆત કરેલ.
ચાર હપ્ત પ્રથમ અધ્યાયના ચોથા સૂત્ર સુધી લખાણ પ્રકટ થયું. પણ તેની આગળનું મેટર ભાવીયેગે આડુંઅવળું થવાથી આગળનું લખાણ આપી શકાયું નથી. પણ પાંચમાં અધ્યાય પરની વાંચનાનું લખાણ થોડું જડી આવ્યું છે. તેથી તે લખાણ આ વખતે વ્યવસ્થિતરૂપે હવે રજુ કરાય છે. વિવેકી સુજ્ઞ વાચકોએ અર્થ–ગંભિર નય–સાપેક્ષ આ વિવેચનના પરમાર્થને સમજવા માટે યોગ્ય જ્ઞાની ગુરૂ ભગવંતના ચરણેમાં બેસી ગ્યતા મુમુક્ષુતાને વિકાસ કરે જરૂરી છે.