________________
ર૭
પુસ્તક ૧-લું હેરાનગતિ જણાવી હતી, તેવી રીતે અહિં લેભ, તૃષ્ણ અને પાપે કરીને આ જીવની હેરાનગતિ સમજાવી,
દષ્ટાન્તમાં જેમ નીચી ધરતીમાં ક ખોદવાની વાત હતી, તેવી રીતે અહિં વિવેકરૂપી ભૂમિમાં વ્યસ્તવરૂપી કુ દવાનું સમજવું.
દષ્ટાન્તમાં જેમ કુવે ખેદવાથી પાણી મળ્યું અને તૃષાને નાશ થયે, તેવી રીતે જબરદસ્ત હર્ષને હૃદયસ્થલમાં ધારણ કરનારે ભગવાનના ગુણની ભાવનાને ધારણ કરતે જીવ વિષય સંબંધી તીવ્ર તૃષ્ણને નાશ કરે છે,
વળી દષ્ટાન્તમાં જણાવેલા કુવાના પાણીથી જેમ બીજાઓની' પણ તૃષ્ણનું હરણ થવાનું જણાવ્યું છે, તેવી રીતે અહિં પણ દ્રવ્યસ્તવની અનુમોદના કરીને ભગવાનના ગુણેમાં લીન થનારા અન્ય-મહાનુભાવોની પણ વિષય-તૃષ્ણારૂપી તૃષા નાશ પામે તેમાં આશ્ચર્ય નથી,
વળી તે શ્રાવકે કરેલા દ્રવ્યસ્તત્રવાળી ભગવાનની મૂર્તિના દર્શન કરવાને આવેલા મુનિમહારાજાના દર્શનથી ભવ્ય કષાયરૂપી અગ્નિના તાપની શાન્તિને પામે, તેમજ તેમની દેશનારૂપી અમૃતધારાથી પણ કષાય–અગ્નિના તાપની શાતિ થાય એ સ્વાભાવિક હેવાથી તૃષા અને તાપ બનેની શાંતિ થઈ એમ ગણાય.
ભવ્ય-જીને જિનેશ્વરભગવાનના માર્ગની મુનિમહારાજે કરેલી દેશના પરિણમે અને તેથી તે ભવ્યજીવ દાન વિગેરે સુકૃતને કરે તેમાં નવાઈ નથી અને તે સુકૃતથી પહેલાંના બાંધેલા પાપરૂપી. મળને સર્વથા ક્ષય થાય.
એટલે તૃષ્ણા, તાપ અને મલના ક્ષયની માફક વિષય-તૃષ્ણા,. કષાય-તાપે અને પાપ–મલને દ્રવ્યસ્તવના પ્રભાવે ક્ષય થાય છે. એ કથન વિચારકેને માટે બરોબર વ્યાજબી છે,
આ કારણથી વિષય-તૃષ્ણાદિથી ઘેરાએલા શ્રાવકને.