________________
૨૮
આગમજ્યોત દ્રવ્યસ્તવ કરે છે. એમ આચાર્ય મહારાજશ્રી દેવેન્દ્રસૂરિજી જણાવે છે,
પૂર્વે જણાવ્યા પ્રમાણે સ્નાનાદિકને વિધિ કહ્યા પછી ગ્રન્થકાર મહારાજ પૂજા વિધિ આવી રીતે કહે છે–
ભગવાન જિનેશ્વરમહારાજની પ્રતિમાનું મોરપીંછીથી પ્રમાર્જન કર્યા પછી નાસિકા તૃપ્ત કરે એવા ચન્દનાદિક મિશ્ર-જલથી ભગવાન જિનેશ્વરમહારાજની મૂર્તિનું પ્રક્ષાલન કરવું અને ગશીર્ષચંદન, કપુર વિગેરેથી ભગવાનને વિલેપન કરી તાજા અને સુગન્ધી કુલે, ચૂર્ણ અને અગરૂઆદિના ધૂપથી તેમજ દીપ, શાલિ આદિ તદુલ અને બીજોરા વિગેરે ફળેથી ભગવાનનું પૂજન કરવું.
શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ જણાવે છે કે-ઘતથી પૂજા કરવાનું કહ્યું છે તે ઉપલક્ષણરૂપ છે, માટે સર્વ પ્રકારના નૈવેદ્યોથી કરીને અને નિર્મલ પાણીથી ભરેલા શંખાદિકભાજનેથી કરીને શ્રાવકોએ હંમેશાં પૂજન કરવું જોઈએ.
આવી રીતે પૂજન વિધિ જણાવીને પૂજાના ફળના દાન્ત જણાવતાં શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ કહે છે કે
શ્રી જૈનશાસનમાં પૂજાના પ્રભાવે દેવપણું, રાજાપણું તેમજ તીર્થંકરપણું પ્રાપ્ત થાય છે એમ કહ્યું છે, માટે ભવ્યજીએ - ભગવાન તીર્થકર ભગવાનની પૂજા કરવી જોઈએ.
વિધિવાદ તરીકે પૂજાનું ફલ જણાવી ચરિતાનુવાદ તરીકે પૂજાનાં ફળ જણાવતાં કહે છે કે-નીચે જણાવેલા જી પૂજાથી પિતાની સદ્ગતિને સાધી શક્યા છે.
૧ સ્થાવરા (વૃદ્ધ ડેસી) ૨ કરૂનરેન્દ્ર ૩ સુવતશેઠ ૪ જિનશેખર સત્યકી ૬ વાસુદેવ ૭ મહાયશસ્વી એવા નારદ.