________________
પુસ્તક ૧-લું વાન્ હરિભદ્રસૂરિજી શ્વાસના રોધને માટે યથાસમાધિ લખે છે, તે પછી આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્રસૂરિજી નાકને શ્વાસ રોકવા માટે નિશ્ચય કેમ બતાવે છે?
આવી રીતે કથન કરનારે ધ્યાનમાં રાખવું જોઈએ-કે અષ્ટપટને મુખકેશ બાંધવાથી માત્ર ભગવાનની પ્રતિમા ઉપર સીધા શ્વાસનું જવું જ રોકાય છે, પરંતુ મુખકેશની અંદર શ્વાસની ગતિ રૂંધાતી નથી, તેથી મુખકેશ બાધવાનું પ્રયોજન નાસિકાના શ્વાસના નિરોધને માટે જણાવ્યું છે, તે ભગવાનની પ્રતિમાજી ઉપર જતા શ્વાસની અપેક્ષાએ છે, અને એવી રીતે તે મુખકેશની માફક નાસિકાના શ્વાસનું રોકાણ ભગવાન ગૌતમસ્વામીજીએ મૃગાપુત્રને દેખવાની વખતે કર્યું છે, એમ શ્રીવિપાકસૂત્રમાં સ્પષ્ટ કથન છે. ગૃહત્યમાં પ્રથમ પ્રતિમાજીનું
ફૂટ જજ થવું જોઈએ.
સ્નાન કરી વેતવસ્ત્ર પહેરી આઠપડો મુખકેશ કરીને ગૃહચૈત્યના બિંબને પંજણીથી પ્રમાર્જન કરે.
પૂજા કરનારા દરેકે ધ્યાન રાખવાની જરૂર છે કે તીરછ લેકમાં તે વિકસેન્દ્રિય વિગેરે ની ઉત્પત્તિ પણ છે અને તે ત્રસજીના આરંભના ત્યાગને માટે મેરપીંછીથી ભગવાનની પ્રતિ– માજીનું પ્રમાર્જન કરવાની જરૂર છે. પરંતુ દેવલેકમાં કુંથુઆ વિગેરે વિકલેન્દ્રિય-જીવની ઉત્પત્તિ નથી.
વળી દેવતાઓ ત્રસજીવના સંકલ્પવાળા વધથી વિરમેલા પણ હોતા નથી, છતાં ફક્ત આચારની દૃષ્ટિએ જ દેવતાઓ પણ દેવલેકમાં ભગવાનની પ્રતિમાઓનું અર્ચન કરવા પહેલાં મારપીંછીથી પ્રમાર્જન કરે છે.
આ દેવલેકની સ્થિતિને વિચારવાવાળે કંઈપણ સુજ્ઞ મનુષ્ય જિનેશ્વર ભગવાનની પ્રતિમાના અભિષેકાદિકને કરવા પહેલાં પ્રમાર્જનની આવશ્યકતા ગણ્યા સિવાય રહેશે નહિ.