________________
પુસ્તક ૩-જુ
૫.
૪૭૦ + ૧૩૬ અર્થાત્ વિક્રમનું વીર મહારાજ વચ્ચેનું અંતરૂં અને દેવસેને કહેલા વર્ષની સંખ્યા બંને એકઠા કરવાથી ૬૦૬ વર્ષ થાય છે,
એટલે દિગંબર અને તાંબરના જુદા પડવાપણામાં વર્ષની સંખ્યા લગભગ મળતી જ આવે છે, પણ બારીક દષ્ટિથી અવલોકન કરનારે જોઈ શકશે કે જે શ્વેતાંબરેએ દિગંબરની ઉત્પત્તિ કલ્પિત રીતે કહી હોત તે તેઓ દિગંબરના કપેલા ૬૦૬ વર્ષ કરતાં ઘણી જ પહેલાંની કે ઘણીજ પાછળની વર્ષ સંખ્યા બતાવત, પણ તાંબરેએ દિગંબરની ઉ૫ત્તિ કલ્પિત રીતિએ નથી કહેલી, પણ વાસ્તવિક રીતે ૬૦૯ વીર વર્ષની જે સંખ્યા હતી તેજ જણાવેલી છે, અને તે ૬૦૯ ને દેખીને જ દિગંબરેએ વીર મહારાજના વર્ષની સંખ્યા પણ ન લીધી અને વેતાંબરએ કહેલી ભિન્નતા કરતાં ત્રણ વર્ષ પહેલાં ભિન્નતા જાહેર કરી.
બીજું એ પણ વિચારવાનું છે કે વીરશાસનમાં પડેલે ભેદ જણાવતાં વીરશાસનને જ સંવત જણાવો જોઈએ, છતાં તે વીર શાસનને સંવત ન જણાવતાં વિક્રમ સંવતની સંખ્યા જે જણાવવામાં આવી તેજ જણાવે છે કે–તે દિગંબરએ માત્ર વિક્રમની સંવત સંખ્યાને માનનારા લોકોના મગજને ભરમાવવા માટે જ તે વિક્રમની સંખ્યા મેલેલી છે.
વળી જૈનશાસનના ઈતિહાસને જાણનારાઓથી એ વાત અજાણી નથી કે વીર મહારાજની સાતમી સદીમાં વીર મહારાજના શાસનનું કેન્દ્ર ઉની અને પાટલિપુત્રની વચ્ચે હતું. દિગંબરની ઉત્પતિનું સ્થાન
તેથી વીર મહારાજના ૬૦૯ વર્ષે દિગંબરાની જે ઉપત્તિ વેતાંબરેએ તે મધ્ય-હિંદુસ્તાનમાં જણાવેલી છે તે વ્યાજબી ઠરી શકે.
ધ્યાન રાખવાની જરૂર છે કે જનધર્મનું કેન્દ્ર કાઠિયાવાડમાં નવમી અને દશમી સદીમાં મહવાદીજી પછી થએલું છે.