SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત પિતાના વર્ણન દ્વારા કુમતમાં દૃઢ અભિનિવેશવાળા હોવાથી કુમતના વિસ્તારમાં તેના વર્ણનનું પર્યવસાન થાય, આ કારણને મુખ્ય રાખીને શાસ્ત્રકાર મિથ્યાષ્ટિના ગુણની પ્રશંસાને નિષેધ કરે એટલું નહિ, પણ જે મિદષ્ટિના ગુણની પ્રશંસા થઈ જાય તે તેને સમ્યક્ત્વના દૂષણરૂપ ગણે છે. અને જે તે ગુણવાળે ભદ્રકભાવવાળે હાય, હેના ગુણનું વર્ણન કુમતની વૃદ્ધિમાં પર્યવસાન ન પામતું હોય, ફલિતાર્થ તરીકે તે ગુણો માર્ગને અનુસરવાવાળા હવા સાથે તે પ્રશંસાપાત્ર જીવને અને તેના ગુણોનું વર્ણન સાંભળનાર ને મિથ્યાત્વનું દૃઢીકરણ કરનાર ન થાય, પણ માર્ગની સન્મુખતા કરનાર થાય, તે તેવા ગુણ અનમેદવા- ગ્ય છે. તેથી કલિકાલસર્વજ્ઞભગવાન હેમચંદ્રસૂરિજી પણ સુકૃતની અનુમોદનામાં સ્પષ્ટપણે જણાવે છે કે “યત સુકૃતં વિશ્વત્ ત્નત્રિતોનર તસ્બનનુમડë મામાત્રાનુ”િ I એટલે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપી રત્નત્રયીને અંગે જે કંઈ સુકૃત કર્યું હોય તેની હું અનુમોદના કરું છું, એટલું જ નહિં, પણ માર્ગમાત્રને અનુસરનારા સુકૃતની પણ અનુમંદના કરું છું. નમસ્કારમંત્રનો એક અક્ષર પામનાર પણ કેટલાં કમ ખપાવે ? આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે કુમતના આગ્રહી પુરૂષોએ કરાતા પંચાગ્નિત, ભૃગુપતે, પૃપાપાતે, માઘસ્નાન, કાશીકરવત એ વિગેરે કાર્યો અનમેદવા–લાયક નથી, પરંતુ તે કાર્યો જેટલાં ભયંકર છે તેના કરતાં પણ તેની અનુમોદના સેંકડોગુણી ભયંકર છે, અને તેથી તેવા મિથ્યાત્વને દૃઢ કરનાર કાર્યો અકથનીય–કષ્ટમય હોય તે પણ સુજ્ઞજનેથી એ કાર્યો પ્રશંસાપાત્ર છે એમ કહેવાય નહિં. આટલું છતાં પણ મેક્ષની બુદ્ધિએ મિથ્યાત્વની પણ પ્રાપ્તિ થવી તે ભવ્યજીવ શિવાય બીજાને હોયજ નહિં, સુજ્ઞપુરૂષોએ વિચારવાનું છે કે મોક્ષની બુદ્ધિએ મિથ્યાત્વની
SR No.540013
Book TitleAgam Jyot 1977 Varsh 13
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1978
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy