________________
પુસ્તક ૩-જુ પ્રવૃત્તિ પણ જે ભવ્ય-પણાની છાપ દેનારી છે, તે પછી ત્રિલેકનાથ તીર્થકર-ભગવાને નિરૂપણ કરેલ યથાસ્થિત સ્વરૂપવાળા મેક્ષને માટે તે ત્રિલેકનાથ તીર્થ કરે તે મેક્ષના કારણ તરીકે જણાવેલ સમ્યગ્દર્શનાદિકની વ્યવહારથી થતી પ્રવૃત્તિ તે આત્માની ઉન્નતદશાને કેમ સૂચવે નહિ?
આ વાત વિચારવામાં આવશે તે શાસ્ત્રકારો જે જણાવે છે કે નમો અરિહંતાળ ના આદ્ય અક્ષર પુકારને અગર ક્રમ મત ! સામાäના. આદ્ય અક્ષર “કકારને” દ્રવ્ય થકી પામનારે પણ અગસિત્તેરકડાકડીથી અધિક સ્થિતિ મેહનીયકર્મની તેડી નાખી છે, એવાં શાસ્ત્રોનાં વચને સુજ્ઞઆત્મામાં ઓતપ્રેત થઈ જશે, જે મોક્ષમાર્ગની નીસરણીને પહેલે પગથીયે દ્રવ્યથકી આવનારને આટલી બધી ઉત્તમતા છે તે મોક્ષમાર્ગને પ્રગટ કરનાર જે કઈ પણ હોય તે. ફક્ત ત્રિલેકનાથ તીર્થકર ભગવાને જ છે.
આ વાત સુજ્ઞપુરૂષ અંત:કરણથી વિચારશે તે શ્રી સિદ્ધચક્રના આદ્યપદમાં પાંચે કલ્યાણકમાં જગતને સુખ કરનાર, ત્રણે જ્ઞાન સહિત ગર્ભમાં આવનાર, દીક્ષાવખતે મન:પર્યવ-જ્ઞાનને પ્રાપ્ત કરનાર, અઢારદોષેએ રહિત, અષ્ટમહાપ્રાતિહાર્યથી યુક્ત, ત્રીશ અતિશયને ધારણ કરનાર, વાણુના પાંત્રીસગુણએ કરીને સહિત એવી દેશના દેનાર, દેવેન્દ્ર, નરેન્દ્ર અને લેગીન્દ્રોથી પૂજ્ય, એવા જિનેશ્વર ભગવાનને પ્રથમ સ્થાન કેમ આપ્યું છે? તે સારી રીતે સમજાઈ જાશે.
ધ્યાન રાખવું કે હીરાની કિંમત અમૂલ્ય છે, છતાં તેને દેખાડનારી ચક્ષુની કિંમત અગર ઉપયોગિતા તેથી પણ ઘણી જ ચઢીયાતી છે. તેવી રીતે મેક્ષમાર્ગની કિંમત જેટલી આંકીયે તેટલી ઓછી છતાં તે મોક્ષમાર્ગને બતાવનાર ત્રિલેકનાથ તીર્થંકર ભગવાન અરિહંત મહારાજની ઉચ્ચતા અનહદ છે. તેથી જ તેમના નમસ્કાર, ભક્તિ, જાપ અને ધ્યાનથી આત્માનું કૃતાર્થપણું કરી શકાય છે, વળી ચિન્તામણિરત્નની હાજરી છતાં પણ તે ચિન્તામણિરત્નથી ફલની પ્રાપ્તિ