________________
૧૦
ભગવંતેના ઉપદેશ, પ્રેરણા તેમજ તત્ત્વરુચિવાળા જૈન શ્રીસંઘ તથા ગુણાનુરાગી, ધર્મપ્રેમી ગૃહસ્થને મંગળ સહકાર અમોને સાંપડે છે, તે બદલ અમે અમારી જાતને ધન્ય કૃતાર્થ માનીએ છીએ.
પ્રસ્તુત પ્રકાશનમાં પરોક્ષ અને અપરોક્ષ રીતે સહાય આપનારા સહુની ગુણાનુરાગભરી અનુદન કરવા સાથે વિશેષમાં જણાવવાનું કે આ પ્રકાશનના આર્થિક ક્ષેત્રને સુસમૃદ્ધ બનાવવા ખંત શ્રમ ઉઠાવનાર પૂ. પં. સૂર્યોદયસાગરજી મ. શ્રીના ધર્મપ્રેમની બહુમાન ભરી અનુમોદના.
વળી પ્રસ્તુત પ્રકાશનના સંપાદનની જવાબદારી સ્વીકારી સર્વાગ સુંદર બનાવવા પ્રયત્નશીલ પ. પૂ પરમ તપસ્વી શાસન સંરક્ષક સ્વ. ઉપાધ્યાય ભગવંત શ્રી ધર્મસાગરજી મ. શ્રીને શિષ્યરત્ન પૂ. પં. શ્રી અભયસાગરજી મ. શ્રીને અત્યંત ભાવભરી વંદનાંજલિ.
આ સિવાય પ્રકાશનને પગભર બનાવવા માટે ઉપદેશ પ્રેરણા આપનાર ૬ સાધુ-સાધ્વીજી ભગવંતે તથા શ્રી જૈન સંઘ અને સસ્પૃહસ્થ આદિની શ્રત-ભક્તિની હાદિક સભાવનાભરી અનુમોદના.
તેમાં ખાસ કરીને પૂ. આ.દેવશ્રી હેમસાગરસૂરીશ્વરજી મ, પૂ. આ. દેવશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. પૂ. પં. શ્રી કંચનસાગરજી મ., પૂ. પં. શ્રી દોલતસાગરજી મ., પૂ. પં. શ્રી યશોભદ્રસાગરજી મ, પૂ. પં. શ્રી સૌભાગ્ય સાગરજી મ., પૂ. મુનિશ્રી ગુણસાગરજી મ., પૂ. મુનિ શ્રી અભ્યદયસાગરજી મ., શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી જ્ઞાનમંદિર ઉજજનના કાર્યવાહક શ્રી કુંદનમલજી મારૂ આદિ અનેક પુણ્યવાન-ગૃડ આદિ ચતુર્વિધ શ્રીસંઘના ધર્મપ્રેમભર્યા સહયોગની કૃતજ્ઞતાભાવે સાદર નેંધ લઈએ છીએ.
વધુમાં આ પ્રકાશન અને-વ્યવસથા તંત્રમાં નિસ્વાર્થભાવે