________________
તેની પાછળ પૂ. આગમાદારક આચાર્યદેવ ભગવંતનાં વ્યાખ્યાને, નિબંધ, પ્રશ્નોત્તરી અને વિવિધ સંસ્કૃત-ગુજરાતી પદ્યકૃતિઓના મધુર સંગ્રહની આગવી શ્રેષ્ઠતા ઉપરાંત તેની વ્યવસ્થિત સંકલના, સુંદર સંપાદન તથા બેઠવણીની આદર્શ શૈલી આદિ કારણભૂત હોય એમ અમને લાગે છે.
અમે અમારી જાતને ધન્ય માનીએ છીએ કે પૂ. આગમદ્ધારક આચાર્યદેવશ્રીના પટ્ટધર, શાસ્ત્રદંપર્યબાધક વાત્સલ્ય સિંધુ સ્વ. પૂ. આ. માણેકસાગરસૂરીશ્વરજી ભગવંતના મંગલ આશીવદ તેમજ તેઓશ્રીની પુનિત પ્રેરણાનું બળ અમોને આદિથી અંત સુધી મળેલ છે.
આજે પણ તેમની અદશ્ય વરદ-કૃપાના બળે આજની વિષમ પરિસ્થિતિમાં પણ અમે આ જાતનું પ્રકાશન કરી રહ્યા છીએ એ અમારૂં ઉદાત્ત સૌભાગ્ય છે.
અમારી ગ્રંથમાલાના મુખ્ય પ્રેરક પૂ. આગમક્કારક આચાર્યદેવશ્રીના લઘુતમ બાળશિષ્ય, કર્મગ્રન્થાદિ સૂક્ષમ-તત્વના માર્મિક જ્ઞાતા પૂ. પં. શ્રી સૂર્યોદયસાગરજી મ. ગણિવરશ્રીની બહુમુખી પ્રેરણાના બળેજ અમારી ગ્રંથમાળા ધીમાં પણ મકકમ પગલાં ભરી રહી છે.
અમે પૂ. સ્વ. ગચ્છાધિપતિશ્રીની અદશ્ય વરદ-કૃપાની જેમ પૂ. પં. સૂર્યોદયસાગરજી મ.ની પુનિત કૃપાદૃષ્ટિના પણ ખરેખર ત્રાણી છીએ.
શ્રી દેવ-ગુરુની અસીમ મંગલકૃપાએ પૂ. સ્વ. ગચ્છાધિ. પતિશ્રીની મંગલ-નિશ્રામાં નક્કી થયેલ આ પ્રકાશનનું આજે ૧૩મું વાર્ષિક-પુસ્તક પ્રગટ થઈ રહ્યું છે.
આના પ્રકાશનમાં ૫ સ્વ. ગચ્છાધિપતિશ્રીની અસીમ વરદ–કૃપાના બળની સાથે સાથે સાગર-સમુદાયના પૂ. સાધુ-સાધ્વીજી