________________
સેવા આપનાર શિક્ષક શ્રી હરગોવનદાસભાઈ (પ્રધાનાધ્યાપક શ્રી અભયદેવસૂરિ જ્ઞાનમંદિર કપડવંજ) તથા બાબુલાલ કેશવલાલ શાહ ચાણસ્માવાળા (૧૧ નગરશેઠ માર્કેટ, રતનપોળ અમદાવાદ) તેમજ સંપાદન-પ્રકાશન અંગેની ઝીણવટભરી ખંતપૂર્વક તપાસ અને મુફરીડિંગ આદિની મૂસેવા આપનાર પં. શ્રી રતિલાલ ચી. દેશી (અધ્યાપક શ્રી હેમચંદ્રાચાર્ય જન પાઠશાળા અમદાવાદ) મુફ મેટર વિગેરે સંબંધી હાર્દિક સેવા આપનાર આશિષકુમાર માણેકલાલ શાહ (સાતભાઈની હવેલી ઝવેરીવાડ અમદાવાદ) કુમારપાલ જયંતિલાલ શાહ (ગગનવિહાર ફલેટ A/૨૯, ચોથે માળ, શાહપુર, અમદાવાદ) તથા પ્રેસ કેવી વિગેરેની ખંતભરી સેવા આપનાર શ્રી અશ્વિનકુમાર એસ. દવે (પાલીતાણા) તથા સ્વામીજી શ્રી સ્વરૂપાનંદજી (સાલવીવાડે પાટણ) પં. શ્રી ચીનુભાઈ ત્રિકમલાલ શાહ (જૈન પાઠશાળા ઊંઝા, ઉ. ગુ) તથા પોપટલાલ ગોકળદાસ ઠક્કર (શક્તિ પ્રીન્ટરીના માલિક) તથા ટાઈટલ પેજનું સુંદર સ્વચ્છ કામ કરી આપનાર દીપક પ્રીન્ટરીના કાર્યવાહક આદિ સઘળા સહયોગી મહાનુભાવની કૃતજ્ઞતા પૂર્વક સ્મરણાંજલિ.
છેલે આ પ્રકાશનમાં છવસ્થતાના કારણે જે કંઈ ક્ષતિઓ રહેવા પામી હોય તે બદલ ક્ષમાયાચના સાથે પુસ્તક-પ્રકાશનને સદુપયોગ કરી પુણ્યવાન-વિવેકી આત્માઓ જીવનને તત્વદષ્ટિ સંપન્ન બનાવે એ જ મંગલ કામના.
વીર નિ. સં. ૨૫૦૪ વિ. સં. ૨૦૭૪ ભા. વદ ૧૧ શનિવાર તા. ૧-૧૦-૭૮
નિવેદક રમણલાલ જેચંદભાઈ શાહ
મુખ્ય કાર્યવાહક શ્રી આગદ્વા૨ક ગ્રંથમાળા
કપડવંજ (જિ. ખેડા)