SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૩-જું પરભવની થવી જોઈતી ચિંતા હવે આ જગા પર વિચારવાનું એટલું જ છે. કે–જન્મથી મરણ સુધીમાં આ સંસારી-જીવે જે માતાપિતા, ગઠીયા, કીડા, વિદ્યાભ્યાસ, દ્રવ્ય અને કુટુંબની ચિન્તા કરીને સમગ્ર જીંદગી ગુજારી, તેમાંથી કઈ વસ્તુને આવતા ભવમાં સાથે લઈ જવાનું છે? એ વિચાર આ જીવને જ્યારે આવતું નથી તે એમ કહેવું જોઈએ કે ઘાંચીને ઘેરે જન્મેલે બળદ જેમ ગયા ભવને કે આ ભવને વિચાર કરે નહિ, અને તે ગયા ભવ કે આ ભવની વાત જાણે પણ નહિ, પરંતુ માત્ર પોતાના માલિક ઘાંચીની ગુલામગીરીમાં આખો જન્મ ગુમાવે. તે બળદ દ્વારા એ ઘાંચી જેમ પિતાના આખા કુટુંબનું પિષણ કરે, તેવી રીતે આ જીવ પણ જે પૂર્વભવ અને આગામી-ભવને વિચાર ન કરે અને કેવલ ઉપર જણાવેલ પિતાના માતાપિતા વિગેરેના સંગને આધીન ચિન્તામય જીવન ગુજારે અને અહિંથી પરભવ-ગમન કરે તે તે ઘાંચીને બળદમાં અને આ ભવવાળા જંતુમાં કંઈ ફરક ગણાય ખરે? જીવને મૂલ ઈછા કઈ? ને શાથી? સુજ્ઞ-મનુષ્યને સહેજે સમજાય તેવું છે કે આ જીવ બાહ્ય દષ્ટિવાળે થઈ આખી જીંદગી માતા-પિતાદિકને માટે મથન કરે છે, મહેનત કરે છે, પરંતુ તેવી કોઈપણ અવસ્થા આ જીવની નથી કે જેમાં આ જીવ પિતાના પૂર્વભવ અને અનન્તર આગામી-ભવને વિચાર કરે. ધ્યાન રાખવું કે જગતમાં જીવને માને, કે ન માને પુણ્યપાપને માનવા કે ન માનવા, ભવાન્તર અને મોક્ષને માનવા કે ન માનવા, એવા મત-મતાંતરે છે. પરંતુ ઉપર જણાવેલા માતા-પિતાદિક પદાર્થો તે અંદગીને અંતે છેડી દેવા પડશે એ વાતમાં કિંચિત્ પણ મત-મતાંતર નથી. હવે જે માતા-પિતાદિક - આ. ૭
SR No.540013
Book TitleAgam Jyot 1977 Varsh 13
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1978
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy