________________
આગમત સંગના જ વિચારમાં જ રહે છે. એનાથી વધારે ઉંમર થતાં ગાઠીયાઓના વિચારમાં રહે છે, અને કીડાને જ વધારે પ્રિય ગણે છે, બચપણમાં જે માતપિતાને વિગ દુઃખમય લાગતું હતું તે અવસ્થા ભૂલી જાય છે. અને ગઠીયાના વિયેગને અગર રમતના વિનને દુઃખમય ગણવા લાગે છે.
એનાથી અધિક ઉંમરમાં ઉપનયન થતાં માસ્તર અને વિદ્યાભ્યાસમાં જીવ લાગે છે. તે વખતે માતાપિતાથી છુટા રહેવાપણું ગઠીયાથી છુટા રહેવાપણુ અને રમતનું છુટવું તે તેને દુખમય નથી લાગતું, પરંતુ માસ્તર બરાબર શીખવવાવાળે ન હોય અથવા અભ્યાસમાં નાપાસ થાય અગર તે પરીક્ષામાં માર્ક ઓછા મળે કે કલાસમાં નંબર ઉતરી જાય એ વસ્તુ એને દુસહ થઈ પડે છે.
જગતમાં અભ્યાસની કંઈક દશા વધ્યા પછી પોતે જે અભ્યાસને કરે છે તેના ફલરૂપે પેટપૂજા અને દ્રપાર્જનનું સાધ્ય રાખે છે. અભ્યાસ પૂરો થયા પછી માતા-પિતા, ગઠીયા, રમત, વિદ્યાભ્યાસ વિગેરે વસ્તુની સર્વથા ઈચ્છા ગૌણ થઈ જાય છે. પરંતુ કોપાર્જન ઉપરજ એક સરખું ધ્યેય થઈ જાય છે.
તે ધ્યેય સાધતાં સાધતાં સ્ત્રી, પુત્ર, માતાપિતા, ભાઈબહેન વિગેરેને સંબંધ ઘણેજ પ્રીતિમય અને રૂચિકર થાય છે, અને તેને લીધે સર્વસાધ્યને ગૌણ કરીને જે દ્રપાર્જનનું સાધ્ય રાખ્યું હતું તે પણ ગૌણ થઈ જાય છે અને દ્રવ્યવ્યય કરીને અગ રદ્રવ્યઉપાર્જન અટકાવીને પણ કુટુંબપાલનની ફરજ અદા કરવી પડે છે.
આ દ્રપાર્જન અને કુટુંબના પરિપાલનની ફરજને પ્રવાહ ઘણેજ લા ચાલે છે, અને એમ કહીયે તે હું નહિ કે જૈનશાસ્ત્રની અપેક્ષાએ પ્રવજ્યાને અંગીકાર અગર અન્યમતની અપેક્ષાએ ત્યાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમને અંગીકાર ન કરે તે જંદગીની છેલ્લી અવસ્થા સુધી તે દ્રવ્યચિંતા અને કુટુંબની ચિંતામાંથી મુક્ત થતું જ નથી.