________________
સિદ્ધચક્રને મહિમા
[૫૦ આગાદ્વારકશ્રીએ જિનશાસનના સારભૂત શ્રીનવ– પદમય શ્રી સિદ્ધચક્રજીનું અદ્ભુત રહસ્ય દર્શાવનાર જે નિબંધ લખેલ કે જે બાલજી અને તત્વદષ્ટિ મુમુક્ષુઓને ખૂબ જ ઉપયેગી ધારી વ્યવસ્થિત રૂપમાં અહીં રજૂ કરવામાં આવે છે.
સં.] આખા જગતમાં સામાન્યપણે કેઈપણ આસ્તિકવાદી મત એ નથી કે જેઓ આત્મા અને કર્મ એ બેની માન્યતા મ ધરાવતા હોય, એટલું જ નહિ, પણ અમુક અપવાદને છોડી દઈને સર્વ આસ્તિકવાડીએ આત્માના ચિદાનન્દસ્વરૂપને માનવાવાળા છે, અને તે ચિદાનન્દપણામાંથી ખસવું ન પડે તેવા પુનરાવર્તન વગરના મહોદય કહો, નિર્વાણ કહ, ધ્રુવપદ કહ, શિવ કહો, સિદ્ધિ કહે અપુભવ કહે, અપવર્ગ કહે, કે એવા કઈ પણ નામે કહો એવા પદને સર્વે માનનારા છે,
પરંતુ એ વાત પણ જગતમાં સિદ્ધજ છે કે-સંસારમાં રખડપટ્ટી કરવાવાળા દરેક આત્માએ કર્મની જંજીરમાં ઝકડાયેલા છે, અને તેથી જેમ જીવમાત્રની ચક્ષુને સ્વભાવ માત્ર બાહ્યદષ્ટિ તરીકે છે. એટલે કેવલ બીજા પદાર્થનેજ જેવાને છે, પરંતુ અંતર્મુખ જેવાને સ્વભાવજ નથી, અને તેથી ચક્ષુના અંતર્ગત પડલેમાં ક્યા કયા ફેરફારે કયી કયી વખતે થાય છે? એ જાણવું તે દૂર રહ્યું, પરન્તુ બાહ્યભાગમાં પણ ચક્ષુમાં થતા વિકારોને ચક્ષુ જાણી શકતી નથી તેવી રીતે આ સંસારી આત્મા પણ કથી ઝકડાયેલે હેવાને લીધે તે પિતે કેવલ બહિર્મુખજ દષ્ટિવાળે રહે છે.
સંસારમાં રાચેલે માચેલે જીવ માલપણામાં માતાપિતાના