________________
આગમજયોત સર્વ પદાર્થોને છેડી દેવાના છે, તે પછી તેને અંગે ચિંતા અને પ્રયત્ન કરી આખી જીંદગી ગુમાવીએ તે અનન્તર-ભવને અંગે આ જીવે શું મેળવ્યું? એ ખરેખર વિચારણીય પ્રશ્ન છે.
સુજ્ઞ મનુષ્ય એ વાત તે સહેજે સમજી શકશે કે કોઈપણ નાસ્તિમતને ધારણ કરવાવાળા પણ એમ નહિં કહી શકે કે અનન્તર ભવ નથી, એવું હું જોઈ આવ્યો છું. કોઈપણ નાસ્તિકનો જીવ પરભવ નહિં હોવાથી પાછા આવે તે નથી! વળી જગતમાં અનેક સ્થાને જાતિસ્મરણનું કંઈક તત્વ પણ દેખાય છે અને તેથી પ્રત્યક્ષ-પ્રમાણથી પણ એમ કહી શકીએ કે જીવને માત્ર આ જીવનના નિવહથી કૃતાર્થપણું થતું નથી, પરંતુ જીવને ભવિષ્યની જીંદગી જરૂર ધારણ કરવાની છે, તે પછી આ જીવે તે પર-ભવની જિંદગીને માટે કેમ વિચાર નહિ કરવો ?
ધ્યાન રાખવું કે થેડી મુદતને માટે બીજા શહેરમાં જવું હોય છે, તે પણ તેને લાયકની લાગવગ અને મૂડી એકઠી કરીયે છીએ, તે પછી અહિંથી સર્વથા છોડીને નિકલવું છે અને આગલી જંદગીમાં સર્વ પ્રકારે દાખલ થવું છે, તે તેવી આગલી-જંદગીને સરંજામ કેમ તૈયાર કરે નહિં? બીજી બાજુ વિચાર કરીયે તે આ જીવની મૂલ ઈરછા કેવલ આહાર લેવાની હતી, કેમકે જીવની સાથે તૈજસનામની ભઠ્ઠી હંમેશાં ખાઉં–ખાઉં કરતી લાગેલી છે. તિરૂની ભઠ્ઠી શું કરે છે?
જગતમાં જેમ અગ્નિ દાહ્યથી ઉત્પન્ન થાય છે, દાહ્યથી ટકે છે, અને દાહ્મને જ પિતાના રૂપે પરિણુમાવે છે, તેવી રીતે આ જીવની સાથે લાગેલી નૈરૂની ભઠ્ઠી પણ અનાદિકાળથી ઓલવાયા વગર ઔદારિક આદિ પુદ્ગલ દ્વારા ઉત્પન્ન થતી જાય છે વધતી જાય છે અને દારિકઆદિ પુદ્ગલેને રૂપાન્તરમાં નાંખતી જાય છે.
અન્ય-શાસકારે જે લિંગ શરીર કહે છે, તેઓ કેવલ એકલા