________________
૩૮
આગમત
થતા નથી, તેમાં સ્વ–સત્તામાંથી ખસતા નથી. વળી એ દ્રવ્ય અરૂપી છે અર્થાત્ તે દ્રવ્યમાં રૂપ નથી રૂપ એટલે મૂર્તિ–આકાર અને એને આધારે રહેલા સ્પર્શ વિગેરે છે
ટીશર્થ-પૂર્વે જણાવેલા ધમધર્મ વિગેરે પાંચે દ્રવ્ય નિત્ય છે, એટલે દ્રવ્યાસ્તિકનયના અભિપ્રાયથી દ્રવ્ય નિત્ય છે, પરંતુ પર્યાયાસ્તિક નયના અભિપ્રાયથી નહિ, કારણ કે દ્રવ્યાસ્તિકાય એ ધ્રૌવ્યમેજ (નિત્યપણનેજ) ઈચ્છે છે પરંતુ ઉત્પાદ-વિનાશને ઈચ્છત જ નથી, તે દ્રવ્યાસ્તિકનયની અપેક્ષા રાખ્યા સિવાય પ્રરૂપણ કરીએ તે તે એકાંતવાદ જ થાય. અને તે એકાંતવાદ ઘણા દોષથી સંગત રહેવાથી સામાન્ય નજરે જોવાવાળાના અભિપ્રાયની માફક અયોગ્ય લાગે.
ઉપર મુજબ દ્રવ્યાસ્તિકનયની અપેક્ષાએ દ્રમાં નિત્યપણું પ્રતિપાદન થવું જોઈએ.
શિષ્ય-શંકા કરે છે કે-એ પ્રમાણે એકનયની અપેક્ષાવાળી જે પ્રરૂપણ છે, તે જિનેશ્વર ભગવંતનું જે દર્શન છે, તેનું પ્રતિપાદન કરવામાં સમર્થ નથી.
ઉત્તર–ભાઈ! તારી વાત સાચી છે! પરંતુ દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક એ બને નયમાં ગૌણ-મુખ્ય ભાવ કહેવાની ઈચ્છા વડે શ્રી મહાવીર પરમાત્માના અનુયાયીઓ વસ્તુ-તત્વને નિર્ણય કરે છે.
અર્થાત્ જે વખતે દ્રવ્યાદિકના નિર્ણયમાં દ્રવ્યાસ્તિકનયની અપેક્ષા રાખવામાં આવે છે, ત્યારે તે વ્યાસ્તિકની મુખ્યતા હોય છે અને પર્યાયાનું ગૌણપણું હોય છે, એ પ્રમાણે પર્યાયાદિના સ્વરૂપના નિરૂપણ માટે કરવું અતિ દુષ્કર બની જાય.
જે પ્રમાણે નરસિંદ શબ્દના સ્થાને નવેT નરશબ્દની ગૌણતા અને સીંહને સ્થાને કેસરી મુકવાથી કેસરી શબ્દની મુખ્યતા છે તે પ્રમાણે અભિન્ન અંશવાળી એટલે કે દ્રવ્ય પર્યાય વિગેરે અંશને તાત્વિક દષ્ટિએ જેમાં ભેદ નથી એવી વસ્તુની આ પ્રમાણે