________________
૩૨
આગમત એટલે, પૂર્વ-પૂર્વના જઘન્ય પરિણામની અપેક્ષાએ આગળ-આગળને વિશેષ પરિણામ કહેવાય. અને પરિણામને અર્થ ચિન્તન વરૂપ ભાવમન લેવાનું છે કારણકે તેમાં જ બધા જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ પરિણામે આવવાના છે. આ પરિણામ વિશેષ પદથી અહિં યથાપ્રવૃત્તકરણ લેવાનું છે. ત્યાર બાદ અપૂર્વકરણ આવે છે. રાગ-દ્વેષની ગ્રન્થિને ભેદ કરતા આત્માને તે અધ્યવસાયાન્તર જે બીજો અધ્યવસાય પ્રાપ્ત થયે જ નથી-માટે અપૂર્વકરણ કહેવાય છે. અને ત્યારબાદ ગ્રંથિ-ભેદના ઉત્તર-કાળમાં થવાવાળું અનિવૃત્તિકરણ આત્મા પ્રાપ્ત કરે છે. જ્યાં સુધી સમ્યકત્વ ન પામે ત્યાં સુધી આ અવસ્થામાંથી પાછા ફરતે નથી માટે અનિવૃત્તિ કરણ કહેવાય છે.
જો કે અપૂર્વકરણ પણ એવું જ છે, અપૂર્વકરણમાં દાખલ થયે અને ગ્રંથિને ભેદ કર્યો એટલે આત્માને સમ્યકત્વની પ્રાપ્તિ પર્યત પાછા ફરવાપણું છે જ નહિં, છતાં સમ્યકત્વનું અનંતર-કારણું અનિવૃત્તિકરણ હોવાથી પૂર્વોક્ત અર્થ અનિવૃત્તિકરણમાં શાસ્ત્રકારે એ સ્થળે સ્થળે ઘટા હોય તેમ સંભવે છે.
ભાષ્યમાં તે એકલું અપૂર્વકરણ પૂર્વકાળ તદન્ ભવતિ એ વાક્યથી જણાવ્યું છે, તે અનુક્ત છતાં અનિવૃત્તિકરણ ક્યાંથી આવ્યું? એ પ્રશ્ન થશે, પરંતુ એના ઉત્તરમાં સમજવું જોઈએ કે અન્ય ગ્રંથમાં અનિવૃત્તિકરણ પ્રસિદ્ધ હોવાથી અહિં ભાષ્યકારે તેનું ગ્રહણ કર્યું નથી. એ સમાધાનમાં પુનઃ શંકા થાય છે એ પ્રમાણે તે અપૂર્વકરણ પણ ગ્રંથાન્તરમાં પ્રસિદ્ધ છે. તે પછી અપૂર્વકરણ પણ શા માટે ગ્રહણ કર્યું. માટે ટીકાકાર બીજું સમાધાન આપે છે. સમ્યગ્ન દર્શન પ્રાપ્ત કરનાર ભવ્યાત્મા જેમ અપૂર્વકરણ અવશ્ય પ્રાપ્ત કરે છે. તે પ્રમાણે અનિવૃત્તિકરણ પણ અવશ્ય પ્રાપ્ત કરે છે. તેથી અપૂર્વકરણથી અનિવૃત્તિકરણનું ગ્રહણ પણ સાથે આવી ગયેલું સમજવું, તેના સિવાય એટલે અનિવૃત્તિકરણ સિવાય સમ્યગદર્શન પ્રાપ્ત થઈ શકતું નથી, એટલા માટે ભાષ્યકાર મહારાજાએ લખ્યું કે પૂજાળ તાદળ મવતિ તેવા પ્રકારનું અપૂર્વકરણ થાય છે કે જે યથા