________________
પુસ્તક ૨-જુ
૩૩ પ્રવૃત્તકરણનું કાર્ય છે અને અનિવૃત્તિકરણનું કારણ છે અને જે વડે આત્માને ઉપદેશ સિવાય સમ્યગ દર્શન ઉત્પન્ન થાય છે.
ભાષ્યકાર મહારાજાએ જાનુવાત એવું જે પદ આપ્યું છે, તેને અર્થ ઉપદેશ સિવાય એમ કરીને સમજવાનું એ છે કે કેઈપણ વિશિષ્ટ બાહ્ય-નિમિત્તની અપેક્ષા સિવાય જ સમ્યગદર્શન ઉત્પન્ન થાય તેને નિસર્ગ સમ્યગ દર્શન કહેવું છે. અર્થાત્ તથાભવ્યત્વદશાને પરિપાક વિગેરે આંતર કારણ–સામગ્રીથી આત્યંતર દેષને ઉપશમ થયે છે.
કહેવાનો આશય એ છે કે–આગળ જે અધિગમ સમ્યગુદર્શનનું સ્વરૂપ કહેવું છે અને હમણ જે નિસર્ગ સમ્યગદર્શનનું સ્વરૂપ કહ્યું, તે બંનેમાં આત્યંતર દોષને ઉપશમ હે જોઈએ. અને તથાભવ્યત્વદશાના પરિપાકને અંગે અંતઃકડાકોડી સાગરોપમ જેટલી સ્થિતિને લાયક અધ્યવસાય–પરિણતિ પણ આવવી જોઈએ, પરંતુ એ પરિણતિ આવવામાં કઈક સ્વાભાવિક રીતે ધાતુઓના પ્રગુણ્યથી જેમ દવા વિગેરે વિના પણ કોઈ વ્યક્તિને રેગની ઉપશાંતિ થાય છે. તે પ્રમાણે કેઈક વ્યક્તિને ઉપદેશાદિ બાહ્ય કેઈપણ નિમિત્ત સિવાય તેવા પ્રકારની પરિણતિ થાય છે. જ્યારે બીજા કેઈકને દવા વિગેરેના નિમિત્તથી જેમ રેગાદિનું શમન થાય છે તે પ્રમાણે ઉપદે. શાદિ કારણ-સામગ્રીથી અંતઃકોડાકડી જેટલી સ્થિતિમાં આવવા સાથે સમ્યગ્ગદર્શનને લાયક પરિણામ થાય છે. ઉપર જેનું સવિસ્તર સ્વરૂપ જણાવેલ છે તે નિસર્ગ સમ્યગ દર્શન છે. - હવે અધિગમ સમ્યગદર્શનનું સ્વરૂપ કહેવાય છે. તેમાં પ્રથમ
અધિગમના અર્થાન્તર કહેવામાં આવે છે અધિગમ, અભિગમ, આગમ નિમિત્ત, શ્રવણ, શિક્ષા અને ઉપદેશ એ બધાય અર્થાન્તર છે.
તેમાં ગમ-જ્ઞાન અધિક જ્ઞાન તે અધિગમ અહી જ્ઞાનનું અધિકપણું તે સામાન્ય જ્ઞાનની અપેક્ષાએ પરોપદેશજન્ય લેવાનું છે. મોક્ષ એ જ સાર છે! બાકી સમગ્ર સંસાર અસાર છે! એ પ્રમાણે જે અન્વયે વિચારણા થાય તે અભિગમ, સંસાર અસાર છે. જગતમાં કંઈ પણ સાર નથી ઈત્યાદિ વ્યતિરેક વિચારણા તે આગમ, પ્રતિમા