________________
પુસ્તક ૨-જુ આવે, આ બધા દોષે આવતા હોવાથી જગતને અનાદિ માનવું એજ શાસ્ત્ર તેમજ યુક્તિથી યેગ્ય છે.
એ અનાદિ સંસાર-જગત અહિં લેવાનું છે “સંસાર” એટલે નરકાદિ ગતિઓમાં જવું એ અર્થ કરો ! અહીં નરકાદિ ગતિમાં જવું ફક્ત તેટલી અવસ્થાને જ સંસાર કહે નથી, પરંતુ ઉપલક્ષણથી નરકાદિમાં જવા સાથે ત્યાં રહેવું એ પણ સંસાર જ સમજવાનું છે. એથી એકંદર તત્વ એ થયું કે નરકાદિ ગતિઓમાં જવું અને ત્યાં રહેવું તદુરૂપ સંસાર છે, અનાવૈ સંવારે એવું જે ભાષ્યકારે પદ આપ્યું છે, તેથી અન્ય દાર્શનિકે જે જગતનું આદિપણું અને જગતને ઈશ્વર કર્તા છે એવું જે માને છે તેને નિરાસ થાય છે.
એ દાર્શનિકનું એ કથન છે કે સામાન્ય રીતે એક કુંભને. બનાવનાર પણ જ્યારે કુંભકાર હોય છે, તે પછી આ જગતને કોઈપણ સટ્ટા હે જ જોઈએ. સટ્ટા સિવાય જગની ઉત્પત્તિ સંભવી શકે નહિં.
હવે તે અન્યમતવાળાની અપેક્ષાએ જગતના સ્ત્ર તરીકે કોઈને માની લઈએ તે તે સટ્ટાને કેણે બનાવે! તે ભ્રષ્ટાને બનાવનાર બીજે કઈ માનવામાં આવે તે તે બીજાને ઉત્પન્ન કરનાર ત્રીજી કેઈ વ્યક્તિ માનવી પડશે અને ત્રીજી માટે જેથી એમ પરંપરા ચાલવાથી અનવસ્થા દેષ આવશે. જે જગતના ઉત્પાદક માટે અન્ય સટ્ટાની જરૂર ન માનવી હોય તે જગતની ઉત્પત્તિ માટે સટ્ટા. માનવાની શી જરૂર ! અને જગતને ઉત્પાદક અનાદિ સૃષ્ટિ વિનાના છે, તે પ્રમાણે જગત્ પણ અનાદિ સૃષ્ટિ વિનાનું માનવામાં શું બધ! એક વખત તમારા સંતેષને ખાતર માની લઈએ કે ઈશ્વરે જગતને ઉત્પન્ન કર્યું છે. પરંતુ ઈશ્વર તમે કેને કહે છે! વીતરાગ રૂપે ઈશ્વર માન્યા સિવાય તમારે પણ ચાલે તેમ નથી.