________________
પુસ્તક ૪-થું પ્ર. ૮૬ પરિષહ અને ઉપસર્ગોમાં શો તફાવત? સહન-કિયા બનેમાં
એક સરખી દેખાય છે. પરિષોની વ્યાખ્યા વ્યાપક હોવાથી ખરેખર કંઈ ભેદ નથી! તેમ છતાં સામાન્યથી પરિષહમાં ક્રિયાની પ્રધાનતા છે. ઉપસમાં કર્તાની પ્રધાનતા છે.
વળી પરિષહમાં જ્યણાથી પ્રતિપક્ષ-ભાવના કરવાથી પણ સંયમ રહી શકે છે. પણ ઉપસર્ગોમાં તે સહન કરવાથી જ સંયમ રહે છે.
તેથી જ ઉપસર્ગોમાં કરણ અર્થમાં પ્રત્યય ધ હેવાથી જેના વડે આત્મા ઉપસજિત થાય= સહનક્રિયાથી સંયમમાં ટકે= એ અર્થ ઘટી શકે.
પરિષહ ઉદીરણું કરીને પણ સહન કરવાથી નિર્જરાનું કારણ બને, ત્યારે ઉપસર્ગોમાં તે આવેલાજ સહન કરવાના, ઉપસર્ગોમાં ઉદીરણ ન હોય કે ઉપસર્ગ કરનારાઓને પ્રેરણા ન કરાય!
સુધા આદિ પરિષહ તે તેવા પ્રાસુક આહારદિના આગ્રહ કે તેવા અનેષણીય આહારદિના ત્યાગથી સ્વેચ્છાપૂર્વક સામે આવીને પણ સહન કરી શકાય છે. તથા પરિષદે ઇન્દ્રિયના વિષયની પ્રતિકૂલતાએ હોય છે. જ્યારે ઉપસર્ગો તે અનુકૂલ-પ્રતિકૂલ બન્ને જાતના હોય, જોકે સ્થૂલ બુદ્ધિથી સ્ત્રી પરિષહ, સત્કાર પરિષહ અને પ્રજ્ઞાપરિષહ અનુકૂલ પરિષહ ગણાય છે. પણ હકીકતમાં આમાં અબ્રહ્મ-કામવાસનાને તથા અહંકારને ત્યાગ કરવાને હાઈ છેવટે તે આ પરિષહો પ્રતિકૂલ જ નિવડે છે. તથા શ્રી તીર્થંકર પરમાત્માને કેવલજ્ઞાન પછી ઉપસર્ગ થવાથી આશ્ચર્યમાં ગણના છે. જ્યારે પરિષહેને સંભવ છતાં તે આશ્ચર્યમાં ગણાતું નથી. વળી ઉપસર્ગોમાં ઉપસર્ગ કરવાના પરિણામ કારણ છે. પરિષહમાં તે સંયમની રક્ષાના અભિપ્રાય મુખ્ય છે.