________________
આગમત
એક જગે ઉપર સ્થિર રહેલી માને છે. પણ તેમની એ માન્યતા આગમ, યુક્તિ કે તે બંનેથી વિચાર કરનારા કેઈપણ પ્રકારે સત્ય માની શકે તેમ નથી.
કારણ કે કોઈપણ પવિત્ર આગમ, સૂર્યના કિરણથી પૃથ્વીનું ખેંચાવું જણાવતું નથી, અને પૃથ્વી ઉપરથી ઉંચા ઉછાળેલા કેઈપણ પત્થર, ઈટ કે લુગડા જેવા સામાન્ય પદાર્થને પણ સૂર્ય આકપીને અદ્ધર રાખી શકતા નથી.
નવીનેની માન્યતા પ્રમાણે સૂર્ય, પૃથ્વી કરતાં ઘણું મોટો હોય તે પણ તે ઈટ અને પત્થર વિગેરે જેવા પદાર્થો કરતાં નાને એમ તે કહી શકાય જ નહિ, અર્થાત્ મટી વસ્તુ નાની વસ્તુને પિતાના તરફ ખેંચે છે. એ વસ્તુ જે સાચી માને તે પૃથ્વી ઉપરથી ઉડેલી ધૂળ તે બધી સૂર્ય ઉપરજ ભરાઈ જવી જોઈએ જે સૂર્યનું આકર્ષણ પૃથ્વી કરતાં જબરદસ્ત મનાય છે. તે સૂર્યના આકર્ષણ આગળ પૃથ્વીના મધ્યબિંદુના આકર્ષણને બચાવ યુક્તિ સંગત થઈ શકે તેમજ નથી. - જે કે સૂર્ય દ્વારા પૃથ્વીના આકર્ષણનું સત્યપણું માનનારાઓને પણ તેવી રીતે પણ રહેલું પૃથ્વીનું સ્થિરપણું જગતને જીને ઉપકારી હેવાથી ધર્મજન્ય તે માનવું જ પડશે,
પણ વાસ્તવિક રીતે પૃથ્વીનું પૂર્વે જણાવ્યા પ્રમાણે ઘને દધિ આદિમાં પ્રતિષ્ઠિતપણું હેવાથી ધર્મપ્રભાવ-સૂચકપણું છે, અને ઘને દધિ આદિના જગતના સડાપડનના નિયમ પ્રમાણે ચલાયમાનપણું થતું અનુભવ સિદ્ધ છે. અને તે પૃથ્વીને ચલાયમાનપણાને લીધે. વર્તનમાં થયેલા બિહારપ્રાંતની દશા વિચારનારાને પૃથ્વીના સ્થિરપણમાં ધર્મને પ્રભાવ માને એમાં કઈપણ પ્રકારે અતિશ. યેક્તિ લાગશે નહિ. આજ પુણ્યના પ્રભાવે સ્થિર રહેલી પૃથ્વી, જગતના સર્વ પ્રાણીઓને આધારભૂત છે. અને અનેક પ્રકારના ખનિજ પદાર્થો કે જે જગતના જીવને જીવન-નિવાહમાં ઘણા જ ઉપયોગી નિવડે છે.