________________
પુસ્તક 8-થું
જે કે પૃથ્વીને માટે કેટલાકની માન્યતા છે કે તે શેષનાગના માથા ઉપર રહેલી છે, પણ તે માન્યતા માત્ર ભક્તિની પ્રધાનતાએ ઉદ્ભવી જણાય છે, કેમકે શેષનાગ કે તેના સ્થાનભૂત જલને સમુદાય જે અન્ય આધારે રહેલે માનીએ તે તે અન્ય આધારને સ્વયં રહેલે માનવે પડશે.
કારણ કે શેષનાગની નીચે રહેલી પૃથ્વીના આધારને માટે નવા શેષને કઈ માનવા તૈયાર નથી અને તેમ માને તે પણ તેમાં અનવસ્થા જ આવે. અને શેષનાગનું પ્રમાણ પણ પૃથ્વી જેવી મેટી, વસ્તુ ધારણ કરવાને અંગે કેવડુ માનવું પડે? વળી તેનું આય્ય કેવડું માનવું પડે? વળી તેની જાતિ કેવી માનવી પડે ? એ બધું વિચારવા બેસીએ તે ઘટી શકે તેમ નથી.
શાસ્ત્રદષ્ટિએ જે જણાવવામાં આવ્યું છે કે આકાશ એ એકજ માત્ર સ્વ-પ્રતિષ્ઠિત છે. કેમકે તે અરૂપી છે. અને તે આકાશમાં પાતળી હવાનું પડ, તેની ઉપર જાડી હવાનું પડ અને તેની ઉપર જામેલું પાણી જેને અનુક્રમે તનુવાત, ઘનવાત, અને ઘનેદધિ કહેવામાં આવે છે. તે અનુક્રમે રહેલા છે. અને તેની ઉપર આ પ્રત્યક્ષ જતી રત્નપ્રભા પૃથ્વી કે તેના જેવી બીજી પણ શકરા પ્રભાદિ પૃથ્વીઓ રહેલી છે.
વર્તમાનમાં બલુનની સ્થિતિને તપાસનારા કે છોકરાએ ફેંકના વાયુથી બેરના ઠળીયા વિગેરેને અદ્ધર રાખે છે. તે કીડાને જેનારા મનુષ્ય શાસ્ત્રની ઉપરની વાતને યુકિતસંગત માનવામાં કોઈપણ બુદ્ધિશાળી આનાકાની કરે નહી.
કેટલાક પદાર્થોને જે કે નીચેથી આધાર હેતે નથી તે પણ શીકું બંધાય છે. તેવી રીતે ઉપરની બાજુના આલંબનથી પણ વસ્તુનું ટકવું થાય છે. પણ આ પૃથ્વીને તેવું કઈપણ આલંબન નથી છતાં આ પૃથ્વી સ્થિર રહેલી છે.
કેટલાક આ પૃથ્વીને સૂર્યના આકર્ષણથી ખેંચાયેલી માનીને