________________
પુસ્તક ૩–જું
ગમે તેટલું ભણતર પણ આચારમાં ઉપયોગી ન થયું હોય તે નકામું સમજવું, ઉખર-ભૂમિમાં વરસાદ જેમ નકામા જ થાય છે.. તેમ ભણ્યા છતાં વર્તનમાં સુધારો ન થયે તે બધું જીવન નકામું સમજવું, તેટલા માટે જ ચારિત્રને અંગે કીધું છે કે
તીર્થકર ભગવાને પણ ચારિત્રને ઉત્તમ માન્યું કે તે પોતે લઈને જ દુનિયાને તેની ઉત્તમતા બતાવી, વેષ છે તે દ્રવ્ય ચારિત્ર છે ને તે ભાવચારિત્રનું કારણ છે માટે તે અવશ્ય જોઈએ, જે મનુષ્ય વેશ પહેરવાથી શું ? આમ કહેનારા છે, તેઓને તે બાયડીને વેશ. પહેરાવે તે પણ કાંઈ ન થવું જોઈએ, એ વેશમાં જ કિંમત છે. માટે જ પુરૂષ તથા સ્ત્રીને વેશ જુદે રાખવામાં આવ્યું છે.
કોરટમાં જેમ પટ્ટો હોય છે. તેમ આ વેષ તે જિનેશ્વર ભગવાનને પટ્ટો છે. જે મનુષ્ય બાયડી ધન-માલ-મીલકત છેડે તેને જ પટ્ટો અપાય છે. ભગવાનના પટ્ટાને અંગે તમારે તેફાન કરવું છે, ચુગલીઓ કરવી છે. નિંદા કરવી છે. આને અર્થ શું ? નવતત્વમાં જે પાછુ સામિા એમ કીધું છે. તેથી સાધુને પિતાના (ભગવાનના) લિંગે. સિદ્ધ થયેલા હોય તેજ સ્વલિંગ-સિદ્ધ કહેવાય; આ વાત ધ્યાનમાં લેવાથી વેષ એ પટ્ટો છે તે બરાબર સમજાશે અને હું ભાર મૂકીને કહું છું કે વેષ એજ ચારિત્ર છે.
નંદીવર્ધનભાઈના આગ્રહથી ભગવંત બે વર્ષ સંસારમાં રહ્યા હતા, અને ભાવચરિત્રવંત હતા છતાં પણ તે વખતે મન:પર્યવ થયું નહતું, પણ જ્યારે દિક્ષા લીધી ને વેષ પહેર્યો ત્યારે જ મન:પર્યવ જ્ઞાન થયું, માટે વેષ એજ ચરિત્ર છે. તે વિશેષ આ વાતથી દદ્ધ સમજાઈ શકશે. વળી આગળ ચાલે–
અભવ્ય-જીવે નવ નૈવેયકે જાય તે કોને આધારે? ભાવ૫રિશુતિ તે તેને છે નહી! માત્ર દ્રવ્યત્યાગ ને દ્રવ્યવેષ હેવાથી તેના બળે જ ત્યાં સુધી જાય છે, માટે ત્યાં પણ દ્રવ્ય વેષમાં સાધુપણું ગણેલું છે