SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ આગમત સાચા મેતીને બદલે ફટકીયા મેતીને વધારે કીંમતી ગણનારની પેઠે જ આપણે ભાવ-પ્રાણુ કરતાં દ્રવ્ય-પ્રાણની કિંમત વધારે ગણી છે. એ સમકિત જે દુર્લભ કહ્યું છે, ને અનંતા પુદ્ગલ-પરાવર્તન કાલે પણ મળવું મુશ્કેલ છે. તેમ જ કીધું છે તેનું ખરું તત્ત્વ એ જ છે કે જડજીવન છેડી જીવ-જીવનની કિંમત થવી આ જીવને બહુ મુશ્કેલ છે. જે મનુષ્યને ધન-માલ-મિલકત, બાયડી છેકરાં એ બધું મને ફસાવનાર છે એવું માલુમ પડ્યું નથી તે મનુષ્યને સમકિત થવું એ કાંઈ રસ્તામાં પડ્યું નથી, જેમ નાના છોકરાને બરફી આપી કલ્લી કાઢનાર લુચ્ચાએ દુનિયામાં હેય છે, તેમ આ જીવને સ્પર્શ -રસાદિ પાચે ઈદ્રિને વિષ બરફીરૂપ પ્રાપ્ત થાય છે, ને તે દ્વારા આત્માનું ખરું ધન (કલ્લી) તેઓ હરી જાય છે. કુતરાએ પણ ઝેરવાળા પદાર્થથી બીજાને મરેલા જોઈને તેને અડતા નથી, તેમ આ જીવ રૂપ કુતરે વિષય-વિષ પદાર્થથી અનંતા જીવને મરતા દેખે છે, છતાં તેની જ સ્મૃડા કર્યા કરે છે, માટે પેલા કુતરા કરતાં પણ આ જીવ રૂપ કુતર હલકે છે તેમ સમજવું પડે. જ્યારે આવી સ્થિતિ છે. પછી સમકિત-ક્યાંથી થાય? તે વિચારજો! ઈષ્ટ વસ્તુને રાગ ને અનિષ્ટ વિષયને દ્વેષ જ્યાં સુધી આ જીવને છે, ત્યાં સુધી ગ્રંથિભેદ દૂર છે તેમ સમજજો! તે દૂર રઘે સમક્તિ પણ છેટું છે. તે ખરૂં જાણપણું (જ્ઞાન) પણ વધારે દૂર જ છે એમ સમજવું. જે સ્ત્રીને શીયલની કિંમત છે તેને જ સ્વછંદતા ગમશે નહિં, બાકી શીયલની કિંમત વિનાની સ્ત્રીને તે સ્વછંદતા જ ગમે. શીયલને કીંમતી ગણે તે જ કુટુંબને ઉજાળે ! શીયલને કેડી સમાન ગણે તે કુટુંબને ખેદાનમેદાન કરે! તેમ જડજીવનની કિંમતવાળ મનુષ્ય આત્માના ગુણેને ખેદાનમેદાન કરી નાખે છે. અને જીવ-જીવનની કિંમતવાળે મનુષ્ય જ આ આત્માના ગુણેને ઉજવળ કરી શકે છે
SR No.540012
Book TitleAgam Jyot 1976 Varsh 12
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1977
Total Pages162
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy