________________
૩૬
આગમત' કેઈ ભવ્ય જીવે અભવ્યના ઉપદેશથી કે ક્રિયાથી ને વેષથી બોધ પામે છે, તે પણ દ્રવ્યવેષમાં સાધુપણું માન્યું તેને જ પ્રતાપ સમજ. માટે વેષથી શું?તે કહેવાવાળા કેવળ વાચાલ જ સમજવા.
શ્રેણિક મહારાજા ભગવંતને વાંદવા જાય છે. વચમાં પ્રસન્નચંદ્ર રાજર્ષિ જેયા, તેમને અંગે વિચારે તે બાહ્ય વેષ જ છે. અંદર તે ક્રોધ ધમધમી રહ્યો છે ને આગળ ભગવાનની પાસે જ્યારે શ્રેણિકરાજ પહોંચ્યા ત્યારે ભગવંતે કાંઈ તેને ઠપકો તે આ નહીં, ત્યાં વેષની કિંમત વિચાર!
વળી આગળ શ્રેણિક રાજાએ પ્રશ્ન કર્યો ત્યાં પણ પ્રસન્નચંદ્ર રાજર્ષિને અંગે સાતમી નરકે જાય, તે જવાબ આપે, શ્રેણિક રાજાએ તેને વંદન કર્યું હતું છતાં તેને ભગવંતે તેમ ન કીધું કે તું સાતમી નરકે જઈશ! કારણ કે વેષ પણ ચારિત્રનું અંગ છે. માટે ખરૂં સાધુપણું તે કહેવાય, આગળ પ્રશ્ન કર્યો છે કે સાધુપણું કેટલી વખત આવે ને જાય.
પ્રશ્ન: તે પછી તેને સાધુ માનનારની દશા શી?
ઉત્તરઃ સાધુ માનનારની દશા તે સારી જ થાય. કારણ કે વ્યવહારથી બાહ્ય-ત્યાગને-આહ્યવેષને જ સાધુપણું માનેલું છે, માટે વેષથી શું? એ કહેવાવાળાએ કેવળ બકવાદી, નિંદર ને પાપને ભાગી જ સમજવા.
ચારિત્ર તે આત્માની ત્યાગમય પ્રવૃત્તિરૂપ છે. ને આ વેષ તે ભગવંતને પટ્ટો છે. ગુણ એ નકામે નથી. ગુણને ગુણ એ બંને માનવા લાયક છે. ભરત મહારાજાને કેવળ થયું હતું છતાં વેષ પહેર્યા સિવાય ઈ કે વંદન ન કર્યું, વેષ પહે–પછી જ વંદન કર્યું તેથી વેષની મહત્તા સૂચવી છે.
સરકારે બેરિસ્ટરને જેમ ઝબ્બે કીધું છે. તેમ ભગવંતે આ વેષા સાધુના ઝભ્ભા તરીકે કીધે છે.