________________
ગમત ઉત્પન્ન થયું હતું તે જતું રહેવાનું ન હતું, કેમકે તે આત્મીય વસ્તુ, સ્વ-સત્તાની ચીજ છે, જ્યારે ચકરત્ન દેવ પાસેથી આવેલું હવાથી ચાલી જવાનો સંભવ છે, છતાં પણ તે ચકને ઉત્સવ પછી, પણ પ્રભુજીને (પિતાજીને) ઉત્પન્ન થયેલા કેવલજ્ઞાનને ઉત્સવ પહેલે!
સુભટ શત્રુને જીતીને આવ્યાનું સાંભળીને વફાદારને આનંદ થાય, તેમ અહિં પણ મરચા માંડીને મેહની ઉપર ભવ્યાત્માએ સંપૂર્ણ વિજય મેળવ્યાનું સાંભળી કેને આનંદ ન થાય? જ્યાં ગુણ દેખાય ત્યાં આનંદ થાય, તેનું નામ સમ્યકત્વ આજે ચોથું વ્રત કઈ લે, કોઈ સામાયિક-પૌષધ કરે, કઈ પ્રતિ. કમણદિ આવશ્યક કરે, કોઈ ઉપધાન કરે, તે પણ તેને ગુણ જોવાનું મુશ્કેલ થઈ પડ્યું છે. સાધુપણાને કે કેવલજ્ઞાનને ગુણ પણ હૃદયમાં જચતું નથી.
શાસકાર મહર્ષિએ તે ફરમાવે છે કે ગુણાધિક પ્રત્યે બહુમાન ઉપજે ત્યારે સાચું સમ્યક્ત્ર કહેવાય! માને કે કોઈએ આપણાથી ઓછી તપશ્ચર્યા કરી તે “એહ! એમાં શું? એમ કરીને તેને ઉડાડી ન દેવાય, પણ તેનામાં તેટલી શક્તિ છે માટે તેટલે પણ તપ કરે છે તેમ વિચારવું.
કામદેવ શ્રાવકે દેવતાને ઉપસર્ગ સહન કરે છે, તેની પ્રશંસા કેવલજ્ઞાની–પ્રભુ ભગવાન મહાવીરદેવે પણ કરી છે. ભગવાને સુલસાની પણ પ્રશંસા કરી છે, તથા અંબડ પરિવ્રાજક સાથે તેને ધર્મલાભ કહેવરાવ્યા છે. કેવલજ્ઞાની ચેથા ગુણઠાણુવાળાની પણ પ્રશંસા કરે છે. કરી શકે છે.
જે સમ્યકૃત્વની જડ જાણે છે તે તે દરેક ગુણઠાણે રહેલા ગુણવાળાની પ્રશંસા કરે છે. ત્યાં ઊંચા દરજજાના ગુણઠાણવાળ નીચલા ગુણઠાણાવાળાની પ્રશંસા ન કરે એમ નથી.