________________
પુસ્તક ૩-જુ
* ૧૫
સમ્યગ્દષ્ટિ દેવતાઓ પણ દાનગુણને લીધે મિથ્યાદષ્ટિના દાનની પ્રશંસા કરે છે. અહિં એક વાત ધ્યાનમાં રાખવી કે પ્રશંસાને લીધે પિલ ન પડે.
જેમ નજીકના ઘરમાં વેશ્યા રહેતી હોય તેની છોકરી સુવડપણથી રહેતી હોય, અને પિતાની છોકરી તેમ ન રહેતી હોય તે પિતાની છોકરીને સમજાવવા પેલી છોકરીની પ્રશંસા થાય ખરી, પણ કઈ રીતે? એમ બોલાય કેઃ “જે તે ખરી! આ જાતે વેશ્યા છે, છતાં કેટલી સુઘડ છે!”
સુઘડપણું બતાવતાં પહેલાંજ વેશ્યાપણું જણાવી દેવાય છે. મરીચીને વંદના કરતાં ભરતમહારાજા પણ આ રીતે બોલ્યા હતા કે: “મરીચિ ! હારા હાલના આ વેષને હું વંદન નથી કરતે, ભવિષ્યમાં તું તીર્થકર થવાને છે (આ વીશીમાં છેલ્લા તીર્થંકર થવાના છે, માટે તે અપેક્ષાએ તને વંદન કરું છું” અર્થાત ગુણની પ્રશંસા પણ જરૂરી અને સાવચેતી પણ જરૂરી છે.
પિતાના પિતાશ્રી ઋષભદેવજી ભગવાને મેહમલને સર્વથા જીતી આત્માના સ્વાભાવિક ગુણરૂપ કેવલજ્ઞાનને મેળવ્યું એ સાંભળી ભરત મહારાજાને પરમ આનંદ થાય તેમાં નવાઈ શી? ચકરત્નની પાપ્તિ કરતાં કેવલજ્ઞાનરૂપ રત્નની ઉત્પત્તિ મહિમાની કિંમત ભરતમહારાજાએ વધારે ગણીને?
છ ખંડ, નવ નિધાન, તથા બાકીનાં તેર રત્ન, (આથી વધારે સાહ્યબી કઈ કાલમાં હઈ શક્તી નથી તે) મેળવી આપનાર ચક્રરત્ન ઉત્પન્ન થયું છે છતાં પણ તેની વધામણના શ્રવણ તરફ લક્ષ્ય નથી, દુર્લક્ષ્ય છે. - હવે તમારી સ્થિતિ વિચારે! શ્રીજિનેશ્વરદેવની પૂજા કરવા જતા હે અને રસ્તામાં રૂપીઆની કે બે રૂપીઆની કમાણુ થતી હોય તે જતી કરે છે કે પાછા ફરો છે ? જ્યારે એટલામાં પાછા