________________
પુનિક ૩-જુ પતાવટ સ્વતંત્રપણે થાય છે. કેવલજ્ઞાનીને પદાર્થ જેવામાં ઇદ્રિની . સહાયની જરૂર નથી.
કેવલજ્ઞાનવાળી દશામાં બે જ ચીજ! જેવાના પદાર્થો તથા જેનાર આત્માઃ ત્રીજી ચીજની જરૂર નથી. આવું કેવલજ્ઞાન પ્રથમ પોતે મેળવનાર, પછી બતાવનાર તથા મેળવી આપનાર ત્રિલેકનાથ દેવાધિદેવ શ્રી તીર્થ કર દેવ છે. સમ્યગ્દષ્ટિનું આવું જ્ઞાન તે પરિણતિજ્ઞાન છે. - જ્ઞાનાવરણીયદિ પાંચ ભેદ ભણીએ, ભણાવીએ, ગોખી જઈએ, પણ આત્મા સ્વયં કેવલજ્ઞાનમય છે, છતાં આ આવરણએ તે જ્ઞાનને રેકર્યું છે, તે આવરણે દૂર કરવાને સઢ ઉપાય બતાવનાર તીર્થના સ્થાપક, તીર્થનાયક શ્રી તીર્થકર દેવ છે. હૃદયમાં આ ભાવના દૂતી ભૂત થાય એટલે પરમ-તારક દેવાધિદેવની નિત્ય-પૂજા કરવાની અહર્નિશ ભાવના રહે.
શ્રી ભરત મહારાજાની કચેરીને દેખાવ જેઓએ ધ્યાનપૂર્વક અવલે કર્યો હોય તેઓ વિચારી શકે છે કે બે વધામણું સાથે આવે, છે, એક તે ચક્રરત્ન ઉત્પન્ન થયાની તથા બીજી શ્રી ષભદેવજી ભગવાનને કેવલજ્ઞાન પ્રાપ્ત થયાની, ચકરત્ન છ ખંડનું આધિપત્ય સિદ્ધ કરનાર છે. આપનાર છે, બાકીને તેર રત્નને તે લાવનાર છે, બત્રીશ મુકુટબદ્ધ રાજાઓને નમાવનાર છે, અને ભગવાન શ્રીકષભદેવજીને કેવલજ્ઞાનમાંથી તે પિતાને કંઈ મળવાનું નથી, ચક તે પિતાને મળ્યું-કેવલજ્ઞાન તે પ્રભુજીને મળેલું સાંભળ્યું, પણ વધામણીમાં કયા શ્રવણને ભરત મહારાજાએ મહત્ત્વ આપ્યું છે વિચારે !
ચક્ર દેવાધિષ્ઠિત છે, અપમાન થાય તે નવાજુની પણ થાય છતાં તેની અને દેવતાના ઉત્પાતની પણ દરકાર નહિં કરતાં ભગ વાનના કેવલજ્ઞાનને ઉત્સવ પહેલે કરે છે, ભગવાનને કેવલજ્ઞાન.