SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક બીજું બને વિશેષણે એક સ્થાનમાં આવી શકવા અસંભવિત છે. અથવા ધમસ્તિકાયના સ્વરૂપને જાણવાવાળો અને ધર્માસ્તિકાયના ઉપયોગ વિનાને જે જીવ તે જેમ દ્રવ્યથી ધર્માસ્તિકાય તે પ્રમાણે જીવ પદાર્થના સ્વરૂપને જાણવાવાળે અને જીવપદાર્થના ઉપયોગ વિનાને એ જે જીવ તે દ્રવ્યજીવ કહેવાય, પરંતુ તે માન્યતા એક જ જીવમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચારે નિક્ષેપાઓની રચનાની અપેક્ષાએ જાણવી, એ પ્રમાણે દ્રવ્યજીવની સિદ્ધિ ભૂત, ભાવી અને વર્તમાન પર્યાયના આધાર તરીકે ટીકાકાર મહારાજ ઉપર પણ એકવાર જણાવી ગયા છે. ભાષ્યકાર-મહારાજાએ જવા સૂચોડવં મH એમ કહીને જે દ્રવ્યજીવને નિષેધ કર્યો છે, તે ભવિષ્યમો ભાવજીવ બનવાની યેગ્યતારૂપ દ્રવ્યજીવના લક્ષણની અપેક્ષાએ નિષેધ કર્યો છે. હવે ભાવજીવની અપેક્ષા માવતર ના ઈત્યાદિ ભાષ્યપદથી સમજાવે છે. અત્યાર સુધી નામ, સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપામાં દરેક ઠેકાણે નામ ઝીવ સ્થાપનાની એક પ્રમાણે એક વચનને નિર્દેશ થતાં અહીં બહુવચનને જે નિર્દેશ કરવામાં આવ્યો છે, તે એક જ આત્મા છે એ મંતવ્યના નિરાસ માટે છે. કારણ કે અન્ય-મતવાળા કેઈક આ પ્રમાણે બોલે છે કે અશ્વ-ઈન્દ્રધનુષ્યાદિ અમુક દશ્યમાન-પદાથે સિવાય જગતમાં જે કાંઈ દષ્ટિગોચર પદાર્થો છે, તે બધાય છવકકજ છે, તેથી જગત આખું જીવપુરૂષમય છે, પુરૂષ આત્મા સિવાય બીજું કશું પણ નથી.” - આ મંતવ્યમાં અબ્રાદિ અમુક પદાર્થો સિવાય દષ્ટિવિષયક સર્વ પદાર્થો આત્મજન્ય છે. આત્માના સંબંધવાળા થયેલા છે. એ મંતવ્યમાં આપણે વિરેધ નથી, પરંતુ તેટલા માત્રથી જગતમાં એક જીવ સિવાય બીજું કશું છે જ નહિં, એ નહિં માની શકાય.” એમાં તે અનેક વિધ આવીને ઉભા રહે.
SR No.540011
Book TitleAgam Jyot 1975 Varsh 11
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy